એશિયન બેરીયાટ્રીક હોસ્પિટલમાં  ૯૨ વર્ષના વયોવૃધ્ધ વ્યક્તિના ઢીંચણનો સાંધો બદલાવાયો

0
161

દર્દ મુક્ત જીવન જીવવાનો ઉત્સાહને કારણે અમદાવાદના ૯૨ વર્ષની વયના દર્દીએ એશિયન બેરીયાટ્રીક હોસ્પિટલ, અમદાવાદ  ખાતે  હાઈ રિસ્ક ની (ઢીંચણ) રિપ્લસેસમેન્ટ કરાવ્યું છે. દર્દીનુ હૃદય માત્ર ૧૦ થી ૧૫ ટકા કામ કરતુ હોવાથી આ ઓપરેશન કરવામાં ઘણી મુસ્કેલીઓ હતી.

ડો. યોગેશ ટાંક ની આગેવાની હેઠળ એનેસ્થેસિયોલોજિસ્ટ્‌સની ટીમે ડો. શિવાની કકરૂના સહયોગથી, હૃદય અને ફેફસાં ઓછુ કામ કરતાં હોય, દેવાં  બેરિયાટ્રીક્સના ગંભીર તબીબી સ્થિતિ ધરાવતાં દર્દીઓને એનેસ્થેશીયા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. તેમણે દર્દીને જનરલ એનેસ્થેશીયા હેઠળ  સર્વિસ આપવાનુ પસંદ કર્યું. આવા અન્ય કિસ્સાઓમાં  સ્પાઈનલ એનેસ્થેશીયા હેઠળ ઓપરેશન કરવામાં આવે છે, પણ  દર્દીના હૃદયની સ્થિતિ નાજૂક હોવાથી દર્દી જો જનરલ એન્સ્થેસીયા હેઠળ હોય તો વધુ તબીબી સ્થિરતાં હાંસલ થાય છે.

આઈસીયુના સારા બેક-અપ સપોર્ટ સાથે કાર્ડીયોલોજીસ્ટ ડો. મુકેશ લધ્ધા અને ઈનહાઉસ ફિઝીશ્યન ડો. સ્નેહલ કોઠારી , ડો. ધીરજ મરોઠી જૈન અને તેમની ટીમે  સફળતાપૂર્વક આ ઓપરેશન પૂર્ણ કર્યું હતું અને દર્દીને નવુ જીવન તથા  આશા પ્રદાન કરી હતી.

પત્રકારોને સંબોધતાં ડો. ધીરજ મરોઠી જૈન, સ્.ઝ્રર ર્(િંંર્ર)  જણાવે છે કે ” હૃદય પંદર થી ૨૦ ટકા કામ કરતુ હોવાથી, બો લેગ્સ, અને ગંભીર ઓસ્ટીયોઆર્થ્રાઈટીસને કારણે  તથા અન્ય જટીલતાઓને લીધે આ કેસની ગણના હાઈ રિસ્ક કેસ હતો. . જનરલ એનેસ્થેશીયા હેઠળ સર્જરી કરવાં આવી છે.  આવી વયોવૃધ્ધ વ્યક્તિને  ઓપરેશન કરવાનુ હોવાથી, જોખમ બેવડાતુ હોય તેવી હાલતમાં એનેસ્થેટીસ્ટે અદભૂત  કામગીરી બજાવી છે. સર્જરી પછી દર્દી સારો પ્રતિભાવ આપે છે. અને તેણે ચાલવાનુ પણ શરૂ કર્યું છે.

ડો. મરોઠીએ જણાવ્યું કે  દર્દીએ પોતાની સમસ્યા માટે અમદાવાદના અનેક ડોકટરોનો સંપર્ક કર્યો હતો અને દર્દથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ, એશિયન બેરિયાટ્રીક હોસ્પિટલ અમદાવાદ ખાતે  સંપર્ક કરાયા પછી તેમણે તતા તેમના પરિવારે સર્જરી માટે સંમતિ આપી હતી.

સર્જરી અંગે વધુ વાત કરતાં એશિયન બેરીયાટ્રીકના ચેરમેન  ડો. મહેન્દ્ર નારવરીયા અને વાઈસ ચેરમેન સંજય પાટોલીયાએ  જણાવ્યું હતું કે ” એશિયન બેરીયાટ્રીક હોસ્પિટલ હવે લેટેસ્ટ ટેકનિક અને સર્જન્સથી સજજ બન્યું છે.  ૯૨ વર્ષની ઉંમરના ગોહિલને સર્જરીના પાંચ દિવસપહેલાં દાખલ કરવામાં આવ્યા હતા. અને તેમનુ સંપૂર્ણ કાર્ડીયાક વર્કઅપ કરવામાં આવ્‌ હતું. અને તેમને ઓપરેશન માટે લઈ જતાં પહેલાં સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવી હતી.  સર્જરીના ૪ કલાક પછી દર્દીએ ચાલવાની શરૂઆત કરી હતી. હોસ્પિટલે આપેલી સર્વિસ બાબતે શ્રી ગોહિલે ખૂબ જ  અને  સંતોષ વ્યક્ત કર્યો છે. વળેલા ઢીચણ તથા અન્ય જટીલતાને કારણે આ એક હાઈ રીસ્ક ઓપરેશન હતું. પરંતુ હવે ઓપેરશન થઈ ગયું છે અને  દર્દી ઝડપથી શાજા થઈ રહ્યા છે ત્યારે અમે આશા રાખીએ છીએ કે તે સામાન્ય જીંદગી જીવી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here