કુંઢેલીના રામદેવપીરની મઢીએ પાંચમાં વર્ષે રામકથાનો પ્રારંભ

0
238

તળાજા તાલુકાના કુંઢેલી ગામે સળંગ પાંચમાં વર્ષે રામકથાનો પ્રારંભ થયો છે. રામદેવપીરની મઢી ખાતે ગત મંગળવારની સાંજે કથા પ્રારંભે પોથીયાત્રા નિકળી હતી. અહીંના ટાઢાવડ રોડ પરની મઢી ખાતે પંકજભાઈ જોશીએ સંગીતમય મંગલાચરણ સાથે નવ દિવસીય પારાયણનો મંગલ પંરારંભ કરાવ્યો હતો.

સુરત સ્થિત વતન પ્રેમીઓના સાથ-સહકાર અને શ્રધ્ધા સાથે ગામ સમસ્ત જનો દ્વારા પ્રતિવર્ષ ભાદરવા માસના પ્રારંભે રામપારાયણનું ભાવભેર આયોજન થાય છે. જેનું આ સતત પાંચમું વર્ષ છે. ભજન-સત્સંગ અને ભોજન-પ્રસાદ સાથે દર વર્ષે ગ્રામજનોના સહકારથી આવું ધાર્મિક આયોજન થાય છે. કથામાં શિવ-વિવાહ, શ્રી રામ જન્મોત્સવ, રામેશ્વર સ્થાપના સહિતના પ્રસંગો કથા મંડપમાં શ્રધ્ધાભેર ઉજવાશે. કથા શ્રવણનો સમય સવારના ૯ થી ૧ર તથા સાંજે ૩ થી ૬નો છે. કથાની પૂર્ણાહુતિ તા.૧૯ને બુધવારે બપોરે થશે. સૌને કથા સત્સંગનો લાભ લેવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here