જુના બંદર રોડ પર મોડીરાત્રે ટ્રક વિજથાંભલા સાથે અથડાયો

0
517

ભાવનગરના જુના બંદર રોડ પરથી કરચલીયાપરા તરફ જવાના રોડ પર મોડીરાત્રીના વિજળીના થાંભલા સાથે ટ્રક અથડાતા વીજ કંપનીની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના જુના બંદર રોડ પરથી કરચલીયા પરા તરફ જવાના પ્રેસ રોડ પર ગત મોડીરાત્રીના સમયે વિજળીના થાંભલા સાથે ટ્રક અથડાતા થાંભલાને નુકસાન થયું હતું. અને વિજપોલ ધરાશય થયો હતો. આ બનાવ અંગે સુરેશભાઈ નામ વ્યકિતએ જાણ કરાતા વીજ કંપનીની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને મરામત કામગીરી હાથ ધરી હતી. બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here