ભાવનગર શહેર-જિલ્લામાં વેપારીઓનો રૂપિયા ૧૦ના સિક્કા સાથેના આભડ છેટ કયારે દુર થશે ?

0
453

ભાવનગર શહેરમાં તથા જિલ્લામાં રૂા. ૧૦ના સિકકાને લઈને વેપારીઓ ગ્રાહકોમાં ભારે તકરારો ચાલી રહી છે. નાના મોટા તમામ વેપારીઓ રૂપિયા ૧૦ના સિક્કા સ્વીકારવાની સ્પષ્ટપણે ના પાડે છે તો કેટલાક વેપારીઓ રૂા. પની ચણી નોટોને લઈને આનાકાની કરી રહ્યા છે.

લગભગ સૌરાષ્ટ્રનો માત્ર ભાવનગર શહેર જિલ્લો જ એવો છે કે જયા ભારતીય ચલણ રૂા. ૧૦ના સિકકા તથા રૂા. પની ચલણની નોટો મુદ્દે વેપારીઓ રીતસર આભડ છેટ ધરાવે છે. વેપારીઓ આ ચલણ જાણે અસ્તીત્વમાં જ ન હોય તેમ ગ્રાહકો પાસેથી સ્વ્કારવાની ધસીને ના પાડે છે. થોડા સમય પુર્વે રૂા. ૧૦ના સીક્કાઓ મામલે સર્વત્ર લોકોમાં અસંમજસતા સર્જાઈ હતી. એવા સમયે રીઝર્વ બેંક તથા સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી કે રૂા. ૧૦ના તમામ સિક્કાઓ માન્ય છે અને અર્થ વ્યવહારોમાં તેનો ઉપયોગ કરવો જે વ્યકિતઓ આ ચલણ સ્વીકારવાનો ઈન્કાર કરે તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીની ચિમકી પણ ઉચ્ચારી હતી. જેને પગલે લોકોએ રૂા. ૧૦ના સિક્કાઓ સહજ પણે સ્વીકારવા લાગ્યા હતાં. પરંતુ સૌરાષ્ટ્રનો ભાવનગર શહેર જીલ્લો આ મુદ્દે બાકાત છે. ભાવનગર શહેરથી લઈને તમામ તાલુકાઓ તથા ગામડાઓમાં કોઈપણ વેપારીો રૂા. ૧૦ના સ્વીકારતા નથી પરિણામે લોકો પણ આ અર્થે ચલણથી દુર રહે છે. સ્થીતિ ત્યારે વિકટ સર્જાય છે જયારે અત્રેથી વ્યકિત રાજયના અન્ય શહેરોમાં જાય ત્યા અર્થે વ્યવહાર દરમ્યાન રૂા. ૧૦ના સિક્કા આવે તે ભાવનગરમાં વટાવવા મુશકેલ બને છે. એ જ રીતે શહેરમાં કેટલાક વેપારીઓ રૂા. પની ચલણી નોટ સ્વીકારવા મુદ્દે ગ્રાહકો સાથે આણાકાની કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. લોકો સવાલો કરી રહ્યા છે કે તેમની પાસે રહેલા રૂા. ૧૦ના સિક્કાઓ કયાં જઈ વટાવવા? તંત્ર અને સરકાર દ્વારા જે લોકો રૂા. ૧૦ના સિક્કા સ્વીકારવાની ના પડે છે તેમના વિરૂધ્ધ આકરા પગલા લલઈ નુમનેદાર દાખલો બેસાડવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here