નિર્મળનગર ખાતે રામજી મંદિરમાંથી ભગવાનના ચાંદીના આભુષણોની ચોરી

0
584

શહેરના નિર્મળનગર હિરાબજારમાં આવેલ રામજી મંદિરમાંથી ભગવાનના ચાંદીના આભુષણોની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયાની મંદિરના પુજારીએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની મળતી વિગત મુજબ શહેરના વિઠ્ઠલવાડી નવજીવન સોસાયટીમાં રહતો અને નિર્મળનગર હેરાબજારમાં આવેલ રામજી મંદિરના પુજારી રમેશભારતી બાલાભારતી ગોસ્વામીએ હિનલબાગ પોલીસમાં ફરિયાદ આપી છે કે મંદિરમાં રહેલ રામ-સીતા અને લક્ષ્મણજીની પ્રતિમાને ચડાવેલા સોનાના ગેલ્ટ વાળા ચાંદીના આભુષણો કિ.રૂા. ૧૪ હજારના કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયા બનાવ અંગે પોલીસે રમેશભારતી ગોસ્વામીની ફરિયાદ નોંધી વધુ તપાસ એસઆઈ સુમરાએ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here