નવાપરામાંથી દબાણો દુર કરાયા

0
1062

ભાવનગર મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા નવાપરા વિસ્તારમાં કામગીરી હાથ ધરી વર્ષોથી અડીંગો જમાવેલ દબાણો દુર કર્યા હતાં.

ભાવનગર મહાપાલિકાની અલગ-અલગ ત્રણ વિભાગની ટીમ દ્વારા શહેરના સૌથી ગચી – ગણાતા નવાપરા વિસ્તારમાં વર્ષોથી ઝડ જમાવી ચુકેલા દબાણો પર તવાઈ બોલાવી અનેક દબાણો દુર કરી આંતરીક રોડ રસ્તાઓ ખુલ્લા કર્યા હતાં. નવાપરામાં આવેલ રઝા ટ્રેડર્સ, આશીયાના, તથા અનેક કેબીનો, ભંગારના ડેલાવાળાઓ દ્વારા કરવામાં આવેલ પાટેશન દુર કરવામાં આવ્યા હતાં. આ કામગીરી દરમ્યાન અધીકારીઓએ અમુક દબાણો હટાવવા મામલે નેતાઓ સાથે ચડભડ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે અધિકારીગણે મક્કમ મન સાથે તમામ દબાણો દુર કર્યા હતાં.

નવાપરા વિસ્તારમાં રહીશો દ્વારા તેમજ દુકાનદારો દ્વારા રસ્તા ઉપર વર્ષોથી મોટા-મોટા દબાણો ખડકી દીધા હતાં. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ પડતી હોવાની તંત્ર સમક્ષ રજુઆતો પણ કરાયેલી ત્યારે આજે નવાપરા વિસ્તારમાં રસ્તાઓ ઉપર ખડકાયેલા ગેરકાયદે દબાણો દુર કરાતા રસ્તા પહોળા  થયા છે. અને લોકોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here