બિહાર અને બંગાળ સહિત પૂર્વોત્તર ભારતમાં ધરતીકંપ

0
489

બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં આજે સવારે ભૂકંપનો પ્રચંડ આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ ઉપર આની તીવ્રતા ૫.૫ આંકવામાં આવી હતી. ૧૫થી ૨૦ સેકન્ડ સુધી લોકોએ આંચકો અનુભવ કર્યો હતો. ભૂકંપનું કેન્દ્ર આસામના કોકરાઝાર શહેરથી બે કિલોમીટરના અંતરે ઉત્તરમાં સ્થિત હતું. આસામ, બિહારના પૂર્ણિયા, અરેરિયા, કટીહાર, કુચબિહાર, કિશનગંજ અને પટણામાં પણ આંચકો અનુભવાયો હતો. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના અનેક વિસ્તાર ભૂકંપના આંચકાના કારણે હચમચી ઉઠ્યા હતા. ભૂકંપના કારણે ઘરના પંખા ધ્રુજવા લાગી ગયા હતા. લોકો ઘર અને ઓફિસની બહાર દોડી ગયા હતા. કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં પણ અસર રહી હતી. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના નિર્દેશક વિનિત ગહેલોતે કહ્યું હતું કે, ભૂકંપ જમીનની સપાટીથી ૧૦થી ૧૨ કિલોમીટર નીચે રહ્યું હતું. આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાં પણ આંચકા અનુભવાયા હતા.

પૂવોતર ભારતમાં આજે સવારે તીવ્ર ભૂકંપના કારણે લોકોમાં વ્પાપક દહેશત ફેલાઇ ગઇ હતી. ભૂકંપના કારણે લોકો તેમના ઘરની બહાર દોડી આવ્યા હતા.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ હોવાનુ જાણવા મળ્યુ છે. તેને નુકસાન કરી શકાય તેટલી તીવ્રતાના આંચકા તરીકે ગણી શકાય છે.

જે રાજ્યોમાં પ્રચંડ આંચકાની અસર રહી હતી તેમાં બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોતરના અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે.

ભૂકંપનુ કેન્દ્ર આસામના કોકરાઝારમાં હોવાનુ જાણવા મળ્યુ છે. આંચકાની અસર ૨૦થી ૩૦ સેકન્ડ સુધી લોકોએ અનભવ કરી હતી. પૂવોતરમાં આંચકો આવ્યા બાદ સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આંચકા બાદ મોટા શહેરોમાં લોકો તેમના ઘરમાંથી બહાર દોડી ગયા હતા. એકબીજા સાથે વાત કરતા નજરે પડ્યા હતા. હાલમાં ભારતમાં સતત હળવા આંચકા આવ્યા છે. આજે સવારે આવેલા આંચકાની અસર ૫.૫ રહી હતી. આસામ, નાગાલેન્ડ, મણિપુર અને નાગાલેન્ડમાં પણ આંચકાનો અનુભવ લોકોએ કર્યો હતો.  જમીનથી ૧૨ કિલોમીટર સુધી નીચે હોવાના કારણે તેની અસર આશિક રીતે ઘટી ગઇ હતી. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં પણ આંચકાની અસર રહી હતી. જમ્મુ કાશ્મીરમાં તીવ્રતા ૪.૬ નોંધાઇ હતી.

કાશ્મીરમાં સવારે સવા પાંચ વાગે આંચકો આવ્યો હતો. ત્યારબાદ પોણા છ વાગ્યાની આસપાસ હરિયાણામાં તીવ્રતા ૩.૩ રહી હતી. ભૂકંપનું કેન્દ્ર લડાખ ક્ષેત્રના કારગિલમાં હોવાનું જાણવા મળ્યું છે. બિહારના અધિકારીઓએ કહ્યુ છે કે ધરતીકપના કારણે કોઇ પણ પ્રકારના નુકસાનના સમાચાર મળ્યા નથી. જો કે સંબંધિત વિભાગના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોમાં વ્યાપક શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી ચુકી છે. હાલમાં ભારતમાં કેટલાક આચકા આવ્યા છે. નિષ્ણાંતો કબુલાત કરી ચુક્યા છે કે ભારતમાં પ્રચંડ આંચકો આવી શકે છે. બિહારના કટિહારમાં ૩૦ સેકન્ડ સુધી અસર રહી હતી. પટણામાં પણ લોકોએ આંચકો અનુભવ્યો હતો. બિહારમાં લોકોને ત્રણ વર્ષ પહેલા આવેલા ધરતીકપની યાદ તાજી થઇ ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here