PM મોદી પર આતંકી હુમલાની આશંકા

899

વડાપ્રધાન મોદી શુક્રવારે 14 સપ્ટેમ્બરના રોજ ઇન્દોરની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન ગુપ્ત એજન્સીઓએ મોદી પર આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે, અને ખાસ કાળજી રાખી રહી છે. વડાપ્રધાન મોદી અહીં વ્હોરા સમાજના કાર્યક્રમમાં સામેલ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વ્હોરા સમાજના 53માં ધર્મગુરુના પ્રવચનમાં સામેલ થશે. મોદી કાર્યક્રમ સ્થળ સૈફી મસ્જિદમાં 30 મિનિટ સુધી રોકાશે.

ગુપ્ત એજન્સીઓએ માહિતી આપી છે કે આતંકીઓ મહિલાને વેશમાં પંડાલમાં પ્રવેશ કરી શકે છે. પહેલાથી જ વધારે સચેત રહેલી સુરક્ષા એજન્સીઓ ગુપ્ત એજન્સીઓ અહેવાલ બાદ વધારે સતર્ક થઈ ગઈ છે.

Previous articleગુટકા, તમાકુ કે નીકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ પર ૧ વર્ષનો પ્રતિબંધ
Next articleરાહુલ ગાંધી : PMએ તાત્કાલિક જેટલીને પદ પરથી હટાવવા જોઈએ