સેરેના વિલિયમ્સ યૂએસ ઓપન વિવાદ ઓસાકાએ ટીકા કરવાનો ઈન્કાર કર્યો

1501

સેરેના વિલિયમ્સ યૂએસ ઓપન વિવાદ પર જાપાનની ઓસાકાએ અમેરિકી ઓપનમાં ઐતિહાસીક જીત બાદ પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે.તેણે સેરેનાની ટીકા કરવાનો ઇન્કાર કર્યો છે. આ ખેલાડી સાથે ફાઈનલમાં અમ્પાયર સાથે વિવાદ થયો હતો. ઓસાકા બોલી મને નથી ખબર કેમ રિએક્ટ કરવું જોઇએ. ૨૦ વર્ષની ઓસાકા ન્યુયોર્કમાં યોજાયેલ ફાઈનલમાં ૬-૨, ૬-૪થી ગ્રાન્ડસ્લેમ ક્લબનું ટાઈટલ જીતી જાપાનની પ્રથમ ખેલાડી બની છે. ફાઈનલમાં ૨૪મું ગ્રાન્ડ ખિતાબનું ટાઈટલ મેળવવા સંઘર્ષ કરતી સેરેના ચાલુ મેચે અમ્પાયર પર વરસી પડી હતી. સેરેનાએ અમ્પાયર પર જાતીયવાદ કરતા હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. કોચીંગ ઉલ્લંઘનના મામલે પેનલ્ટી લાગી. મેચ દરમિયાન અમ્પાયરને ચોર અને જૂઠ્ઠા કહેવા પર એક મેચની પેનલ્ટી લાગી છે. આ વિવાદને લઈને તેણે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં સેરેનાએ કહ્યુ હતુ કે મેચમાં ખેલાડીઓ સાથે ઘણીવાર અમ્પાયરની લડાઈ થાય છે પણ હજુ સુધી કોઈ પુરુષ ખેલાડીને આવી કોઈ સજા મળી નથી. કોર્ટમાં સેરેનાની આવી વર્તનુક પર દંડ ફટકારવામાં આવ્યો છે.

Previous articleયુસૈન બોલ્ટનો નવો વિક્રમ : ઝીરો ગ્રેવિટી સ્પેસમાં પણ રેસ જીતી બતાવી
Next articleજાપાન ઓપન ટૂર્નામેન્ટ : સિંધુને ચીનની નં.૧૪ની ખેલાડીએ માત આપી