જીલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ

1185

તાજેતરમાં જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૩ સ્પર્ધા માટે ૧૦૦ બાળ કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં મુખ્ય વિષયોમાં વકતૃત્વ સ્પર્ધા, સમુહગીત, લોકનૃત્યુ, લોકવાર્તા, લોક વાદ્ય, લોકગીત, લગ્નગીત એક પાત્રીય અભિનય, નિબંધ, ભજન, સ્પર્ધાત્મક કામગીરી, ચિત્રકલા તથા દુહા,છંદન, ચોપાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં, વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે જોષી શુંભાગી, બીજા ક્રમે વાસાણી મંત્રી, ત્રીજા સ્થાને દેસાઈ ધ્યાના, રાવળ હિમાળી, જાની કૃતજ્ઞ, મહેતા જાનવી, સમુહ ગાન સ્પર્ધામાં સિલ્વર બેલ્સ પબ્લીક સ્કુલ પ્રથમ, બીજા ક્રમે નૈમિષારણ્ય ત્રીજા સ્થાને સિસ્ટર નિવેદિતા તેમજ અન્ય સ્પર્ધાઓમાં સોલંકી શ્રેય, ગોહિલ યજ્ઞદિપ,  પરમા મિત, વેગડ હાર્દિક, દવે હર્ષ, વાઘેલા સુજલ, વાઢેર છાયા, ગોહેલ વૈશાલી, મકવાણા કિંજલ, પરમાર મન્સવી, ચૌહાણ કિંજલ,ગોહિલ સુમન, ગોસ્વામી નિધી, કસોદરિયા રવિ, પરમાર સુજાન, હરસોરા જીયા, વેગડ વૃજરાજ, વેગડ આર્યન, પરમાર મન્સવી, નાકરાણી તમન્ના, વૈષ્ણવ કૃતિકા, ચૌહાણ જયશ્રી, જીદવ હર્ષિલ, પટેલ વિશ્વા બાબરીયા ભુમિકા, રાઠોડ કાજલ, પટેલ માનવ, રાઠોડ નૈત્રી, ઠકકર જીલ, કામડીયા હીર, માંડલીયા વિશાખા, પટેલ માનવ, ગોહિલ ફેની, અવસુરા ખુશાલી, સોલંકી ઓમ તથા વિરાણી કિશનનો સમાવેશ થાય છે. આ બાળ કલાકારોએ અલગ-અલગ સપર્ધાઓમાં ક્રમ પ્રાપ્ત કર્યો છે. અને આવનારા દિવસોમાં રાજકોટ ખાતે આયોજીત પ્રદેશ કક્ષાની સ્પર્ધાઓમાં પ્રતિનીધિ કરશે.

Previous articleપ્રજાપતિ સમાજનો ઈનામ વિતરણ સમારોહ
Next articleતક્ષશિલ વિદ્યાપીઠમાં ગજાનંદની સ્થાપના