મંત્રી વિભાવરીબેનના પતિ વિજયભાઈ દવેનું અવસાન

0
1103

ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને રાજયના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજરોજ બીમારી સબબ ગાંધીનગર ખાતે અવસાન થતા બ્રહ્મ સમાજના અને ભાજપમાં શોકનું મોજુ ફેલાયુ હતુ.

કલાર્ક, એલઆઈસી એજન્ટથી લઈને કન્સ્ટ્રકશનનું કામ કરતા વિજયભાઈ દવે છેલ્લા પંદરેક વર્ષથી મગજની બિમારીને લઈને મુશ્કેલીમાં હતા અને લાંબો સમય હોસ્પિટલમાં સારવાર પણ લીધી હતી. ત્યારે આજે સાંજના સુમારે ગાંધીનગર ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમયે તેમના પત્નિ વિભાવરીબેન તથા પુત્ર જાબાલ હાજર હતા.

સ્વ.વિજયભાઈ દવેની અંતિમ યાત્રા આવતીકાલે સવારે ૯ કલાકે ભાવનગર સ્થિત તેમના નિવાસસ્થાન ૧ર૯, સાગવાડી, પારીજાત સ્કૂલવાળી ગલી કાળીયાબીડ ખાતેથી નિકળશે. જેમાં સરકાર તરફથી રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે. ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો, મેયર સહિત નગરસેવકોં ભાજપ સહિત વિવિધ પક્ષના આગેવાનો, કાર્યકરો, વેપાીરઓ, ઉદ્યોગપતિઓ જોડાશે અને સિંધુનગર સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here