ગણેશ ઉત્સવની ઉજવણી આવકારદાયક પરંતુ મૂર્તિનું વિર્સજન ભયંકર બાબત

0
997

ગણેશ ઉત્સવ એક અનેરો ઉત્સવ છે. તે શ્રધ્ધા અને ભકિતથી ઉજવાય છે તેમાં મનભેદ-મતભેદ તથા વેરા ભાવના ત્યજીને સૌ સાથે મળીને આખા માહોલ્લા કે વીસ્તારના સૌ લોકો ભેગા મળીને ગણપતિ ઉત્સવ ઉજવે છે. તે ખુબ સારી બાબત છે પણ છેલ્લા દિવસે પાણીમાં પધરાવવાની બાબત ખૂબ ખોટી અને ભયંકર બાબત છે તેનું ઉદાહરણ લોક વાયકા મુજબ છે.
આઝાદી પહેલાની વાત છે જયારે અંગ્રેજો આપણી ઉપર રાજ કરતા હતા ત્યારે અંગ્રેજ સરકાર આપણા લોકોને ખુબ યાચના પીડા આપતા હતા, ખુબ ત્રાસ ગુજારતા હતા ત્યારે આપણા ભારતના સપુતો ક્રાંતિકારી વિરો તેનો સામનો કરવા માટે અને પોતાના ક્રાંતિકારી વિચારો રજુ કરવા માટે આપણા માણસોને એકત્રીત ભેગા કરતા હતા ત્યારે અંગ્રેજો આપણા માણસોને ભેગા થવા માટે મનાઈ ફરમાન હુકમ કરીને કોઈ માણસને ભેગા થવા દેતા નહીં એટલે ભારતના મહાન સપુત – લોક માન્ય તિલક સાહેબે પોતાની બુધ્ધીથી બધા માણસોને ભેગા કરવાનો કિમીયો ઘડી કાઢયો. તેઓએ માટીના ગણપતિ બનાવ્યા અને ધાર્મિક રીતે ગણેશ ઉત્સવ ઉજવવ ામાટે માણસોને ભેગા કર્યા એટલે અંગ્રેજી કઈ વાંધો લઈ શકયા નહિ. ધાર્મિક ઉત્સવ હોવાને કારણે માણસો ખુબ ભેગુ થવા લાગ્યું, આખો દિવસ સેવા-પુજા, અર્ચના ભગવાનને લાડુની પ્રસાદ, થાળ અને રાત્રે સત્સંગ, ભજન, કિર્તન જેવા ધાર્મિક કાર્યો કરવામાં આવે ને મોડીરાત્રે દેશને આઝાદ કરવા માટેના પ્લાન ઘડવામાં આવતા. આમ નવ દિવસ ગણપતિજીની આ સ્થાપના રાખવામાં આવી અને છેલ્લા દિવસે ગરામની બહાર દરિયા કિનારે ધામધુમથી વાસતે ગાઝતે વરઘોડો કાઢી ખુબ ઉત્સાહ સાથે ગણપતિ દાદને લઈ જઈ સ્થાપના કરી અને દરીયા કિનારે ખૂબ મોટી સંખ્યામાં માણસો ભેગા થવા લાગ્યા ત્યારે આ મેળવડો એક સભાના રૂપમાં ફેરવી નાખવામાં આવ્યું અને પોતાના પુર્વ પ્લાન મુજબ આઝાદીની ચળવળનો સંદેશો બધા માણસો સુધી પહોચાડ્યો હતો.
આમ આ મહાન કાર્ય માટે સૌપ્રથમવાર ભારતના મહાન સપુત- લોકમાન્ય તિલક સાહેબ દ્વારા ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. પણ ગણપતિ દાદાની મુર્તિને પાણીમાં પધરાવી દીધી હોય તેવો ઉલ્લેખ કયાય મળતો નથી. બીજીવાર ગણપતિ ઉત્સવ ઉજવનાર મહારાષ્ટ્રનો એક માણસ હતો જે સોનાની દાણચોરી કરતો હોવાથી મહારાષ્ટ્રની પોલીસ તેની પાછળ પડી હતી. સોનાની દાણચોરીનો ધંધો બંધ થઈ જવાથી તે માણસે એક પ્લાન ઘડ્યો અને પ્લાસ્ટર ઓફ પેરીસની ગણપતિજી બનાવ્યા તે મુર્તિ અંદરથી પોલી બનાવી તેમાં સોનાના બિસ્કીટ ભરી દીધા અને મૂર્તિને નીચેથી પેક કરી નાખી પછી પોતાના વિસ્તારના લોકોને ભેગા કરીને ગણપતિ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું. આખો દિવસ સેવા-પુજા, અર્ચના ભગવાનને લાડુની પ્રસાદ, થાળ અને આવનાર દરેકને ભોજન કરાવે અને રાત્રે સતસંગ, ભજન, કિર્તન કરે. આમ, નવ દિવસ ગણપતિજીની આ સ્થાપના રાખવામાં આવી અને છેલ્લા દિવસે ગામની બહાર દરિયા કિનારે ધામધુમથી વાઝતે ગાઝતે વરઘોડો કાઢી ખુબ ઉત્સાહ સાથે ગણપતિ દાદાને લઈ જઈ તે માણસના પુર્વ પ્લાન મુજબ દરિયાના છીછરા પાણીમાં પધરાવી દેવામાં આવ્યા, પછી મોડીરાત્રે તે માણસ અને તેના મિત્રો સાથે જઈને આજ ગણપતિજીની મુર્તિ બહાર કાઢીને તેની અંદર ભરેલ સોનાના બિસ્કીટ બહાર કાઢી વહાણ મારફત દરિયાઈ માર્ગે દાણચોરી કરી આ ગણપતિ ઉત્સવ ઉજવ્યો હતો. ત્યાર બાદ આખા મહારાષ્ટ્રમાં દર વર્ષે ગણપતિ ઉત્સવ ચાલુ થઈ ગયા.
પહેલા ફકત મહારાષ્ટ્રમાં જ ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવતો પરંતુ અત્યારે તો આખા ભારતભરમાં શેરીએ શેરીએ ગણપતિ ઉત્સવ ઉઝવવામાં આવે છે. તો આ ઉત્સવ ઉજવવો તો ખુબ સારી બાબત છે પણ તેને પાણીમાં પધારવી દેવા કે ધાર્મિક, આધ્યાત્મિક વૈજ્ઞાનિક અને આર્થીક રીતે ખુબ નુકશાનકારક બાબત છે.
આખા ભારતમાં ઓછા ઓછાં અંદાજે એક લાખ કરતા પણ વધારે ગણપતિજીનું વિસર્જન થતું હશે પણ ફકત એક લાખનો અંદાજ લગાવીએ તો એક લાખ ગણપતિનો ઢગલો કરોતો મોટા ડુંગર કે ટેકરા જેવડો થાય, તો એક લાખ ગણપતિ દર વર્ષે નદી, ડેમ, તળાવ, દરિયામાં નાખીએ તો દર વર્ષે થોડુ થોડુ કરતા પચાસ વર્ષે ઘણુ જ બુરાય જાય, તેમજ પ્લાસ્ટ ઓફ પેરીસ, કેમીકલ વાળા કલર, ચુંદડી, માળા મોતી વિગેરે અનેક દરીયાઈ જીવ સૃષ્ટીના નાશ કરે છે, તો આપણા હાથે જ આપણી બરબાદી આપણે નોતરીએ છીએ અને કોઈપણ ભગવાનની મુર્તિ તોડવાથી આપણે પાપ કરી રહ્યા છીએ.
જેમ આપણે નવરાત્રીમાં અંબાજીમાતા તથા બહુચરાજી માતાની ગરબી અથવા ફોટો પધરાવીએ છિએ અને નવ દિવસ માતાજીના શ્રધ્ધા પુરવક સેવા-પુજા, અર્ચના ભગવાનને પ્રસાદ, થાળ આરતી કરીને દશેરાના દિવસે માતાજીની મુર્તિ વ્યવસ્થીત ઢાંકીને તેના સ્થાને મુકી દઈએ પછી દર વૃષે તેજ ગરબીનો ઉપયોગ કરીએ છીએ તો આ વાંચ્યા જાણ્યાં પછી સાચો ભક્ત હશે તો માણસ ગણપતિજીની મુર્તિને દરિયામાં નહી પધરાવે અને એક જ મૂર્તિ દર વર્ષે ઉત્સવ ઉજવશે. આમ મુર્તિ દરિયામાં પધરાવાથી વૈજ્ઞાનિક રીતે આપણા પર્યાવરણને ખુબ નુકશાન પહોંચે છે અને આર્થિક રીતે પણ દર વૃષે ખુબ નુકશાન થાય છે અને ભગવાન ભોળાનાથના દિકરા ગણેશજીને લોકો દરિયામાં નાખી દે એટલે તેની લાગણી દુભાય છે.
તો ચાલો આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ કે હવે પછી અમે ગણપતિ દાદાની મુર્તિ પાણીમાં પધરાવશું નહીં અને પર્યાવરણનું તથા ધર્મ અને ધાર્મિક લાગણીનું રક્ષણ કરશું… જય ગણપતિ દાદા….
-રતિલાલ જેઠવા-પાલિતાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here