ઓમ ઈન્ટરનેશનલ વિદ્યાસંકુલ ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી

0
555

સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામ ધૂમ અને ઉત્સાહ પૂર્વક સ્થાપના આજથી કરવા માં આવે છે ત્યારે રાજુલા ના કુમ્ભારિયા ગામે આવેલ ઓમ ઇન્ટર નૅશનલ વિધ્યા સંકુલના પટાંગણમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ કાનૂન ભાઈ શેલડિયા દ્વારા ગણેશજીની મહા પૂજા કરવામાં આવી હતી અને શાળામાં ધાર્મિક પ્રવુતિ દ્વારા વિધાર્થીઓમાં ધર્મ પ્રત્યેની સજાગતા કેળવાય ત્યારે  વિધાર્થીઓ તેમજ શિક્ષકોની ઉત્સાહી વ્રુતિ વંદનીય હતી તેમાં શાળાના પટાંગણમાં સામૂહિક ન્રુત્ય અને ગરબાની રમજટ સાથે ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.  અનંત ભાઈ શેલડીયા અને ડૉ .પ્રશાંત ભાઈ શેલડીયાયે સહુને ધન્યવાદ આપ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય નિકુંજ ભાઈ પંડિત દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here