આગામી ફિલ્મના પાત્ર માટે યામી ગૌતમે ટૂંકા વાળ કરાવ્યા

0
753

હોનહાર અભિનેત્રી યામી ગૌતમે પોતાની આગામી ફિલ્મના પાત્ર માટે પોતાના લાંબા વાળ કપાવીને ટૂંકા કરાવી નાખ્યા હોવાની માહિતી મળી હતી. પાકિસ્તાની લશ્કરના જવાનો અને આતંકવાદીઓએ રાતના અંધકારમાં ઊંઘી રહેલા ભારતીય સૈનિકોની નિર્દયી હત્યા કર્યા બાદ ભારતીય લશ્કરે પાક કબજા હેઠળના કશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી તાલીમ શિબિરો પર ૨૦૧૬ના ઉત્તરાર્ધમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની કથા ધરાવતી ઊરી ફિલ્મમાં યામી ગૌતમ એક ગુપ્તચર મહિલાનો રોલ કરી રહી છે.

એણે કહ્યું કે અત્યાર સુધી હું મારા લાંબા વાળની ખૂબ કાળજી લેતી હતી. (યામી એક પ્રતિષ્ઠિત હેર ઓઇલની બ્રાન્ડ એમ્બેેસેડર છે) પરંતુ મને ડાયરેક્ટરે કહ્યું કે ઇન્ટેલિજન્સ ઑફિસર લાંબા વાળ રાખે નહીં કારણ કે ક્યારેક લાંબા વાળ એને માટે મુશ્કેલી સર્જી શકે. એટલે તું વાળ ટ્રીમ કરાવી નાખ. ડાયરેક્ટરના સૂચનને સ્વીકારીને મેં કમને વાળ ટૂંકા કરાવી નાખ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here