સેકટરોમાં કેડસમા જંગલી ઘાસ મચ્છરો માટે મેટરનીટી હોમ

969

ગાંધીનગર શહેરમાં વરસાદ બાદ સેકટરોનાં ખુલ્લા મેદાનોમાં તથા સરકારી આવાસોની આસપાસની ખુલ્લી જગ્યામાં જંગલી ઘાસ ભરડો લે છે. જેના કારણે રખડતા પશુઓનાં આંટાફેરા વધવા સાથે ઘાસમાં સતત ભેજનું પ્રમાણ જળવાઇ રહેવાનાં કારણે મચ્છરોને પણ રહેવા માટે આવાસ મળી જાય છે. વર્તમાન દિવસોમાં આ જંગલી ઘાસનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે.

ઘરની બારી ખોલતાની સાથે જ મચ્છરો ઘુસણખોરી શરૂ થઇ જાય છે. મચ્છરોની ઉત્પતી માટે મેટરનીટી હોમ સમા આ ઘાસને વહેલી તકે ઢાળી દેવામાં આવે તો મચ્છરોનાં ત્રાસમાંથી રાહત થઇ શકે તેમ છે.

Previous articleસાદરામા વિદ્યાપીઠ દ્વારા ૨૮૭ નાગરિકોની સારવાર કરાઇ
Next articleશારદા સ્કુલ ઓફ ફાર્મસીમાં નેશનલ સેમિનારનુ આયોજન