રાજુલાના પૂર્વ ચીફ ઓફિસર પરીખે કરેલ ભ્રષ્ટાચારની તપાસનો ધમધમાટ

651

રાજુલાના ચીફ ઓફિસર આર.કે. પરીખે કરેલ કરોડો રૂપિયાના કામો થયેલ ભ્રષ્ટાચાર જેમાં શૌચાલયોમાં થયેલ રાા કરોડના ભ્રષ્ટાચાર બાબતે રાજ્ય નગર નિયામક વડા-પ અને કુલ ૧૬ની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ દ્વારા કરેલ રજૂઆતનો પડઘો ફોટા જોઈ અધિકારીઓ ચોકી ગયા.

રાજુલા નગરપાલિકાના વિવાદીત પૂર્વ ઓફિસ આર.કે. પરીખે કરેલ પાલિકા અન્ડરમાં ગટર યોજનાનો ૩પ કરોડનો ભ્રષ્ટાચાર તેમજ હમણા ગત તારીખ ૩૧-૭ વયમર્યાદાથી રીટાયર્ડ થયા પણ ભ્રષ્ટાચારનો ભોરીંગ અડીખમ ઉભો જ હતો. હાલના નગરપાલિકા પ્રમુખ બાઘુબેન બાલાભાઈ વાણીયા અને ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા દ્વારા છેક નગર નિયામકથી લઈ ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી નગરપાલિકાના કુલ ર૧૦૦ જેટલા શૌચાલયો રૂપિયા ૩ કરોડના ખર્ચે બનાવ્યાના બીલો બનાવી દીધેલ હોય જેમાંથી ૧૭૦૦થી વધુ શૌચાલયોની ફાઈલો પૂર્વ ચીફ ઓફિસરે ગુમ કરી હોવાનું પાલિકા પ્રમુખે જણાવેલ આ બાબતે રાજ્ય સરકાર દ્વારા આદેશ જારી કરાયો અને ર૧ નગર નિયામકો સાથેની ફોજ રાજુલામાં ઉતરી પડી છે અને તમામ શૌચાલયોની સ્થળ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. જેમાં પ્રથમ ચરણમાં જ તપાસ ટીમને ૧ વ્યક્તિના ૪-૪ ફોટા જોવા મળતા અધિકારીઓ ચોકી ગયેલ અને આ જાત તપાસમાં નગરપાલિકાના તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરી કુલ સ્થાનિક ર૧ કર્મચારીઓ તપાસ ટીમમાં જોડાયા છે અને તમામ બનેલા ન બનેલા અને કેટલા સાચા કેટલા ખોટાનો રીપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે. આ લખાય છે ત્યાં સુધી શહેરના તમામ એરીયામાં પૂર્વ ચીફ ઓફિસર આર.કે. પરીખને પણ સાથે રખાયા છે. આ ચીફ ઓફિસર ઉપર હજુ ૩પ કરોડનો ગટર યોજનાનો ભ્રષ્ટાચારનો ભોરીંગ શૌચાલયની બહાર વાટ જોઈને જ બેઠો છે.ં ગુન્હો રજીસ્ટર કરાવેલ. આ કામગીરીને સફળ બનાવવામાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.મિશ્રા સાહેબ તથા એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્પે ઇકટર ડી.ડી.પરમાર સાહેબ તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. જી.પી.જાની તથા હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ,  યોગેન્દ્રસિંહ ગોહિલ, બલવિરસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઇ મારૂ, હિતેષભાઇ મેર, ટી.કે.સોલંકી તથા  પોલીસ કોન્સ. શરદભાઇ ભટ્ટ, સોહિલભાઇ ચોકીયા, નીતીનભાઇ ખટાણા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, પ્રદિપસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી, અતુલભાઇ ચુડાસમા, મુકેશભાઇ પરમાર, અબ્બાસભાઇ દેવજીયાણી, રાજદીપસિંહ ગોહિલ,  તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ તથા પરેશભાઇ પટેલ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. તરૂણભાઇ નાંદવા, ચિંતનભાઇ મકવાણા તથા ડ્રાઇવર જગદીશસિંહ ગોહિલ  જોડાયા હતા.

Previous articleનર્મદા કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે બોટાદના સરપંચો, ખેડૂતો દ્વારા આવેદન
Next articleઆંતર કોલેજ યોગ સ્પર્ધામાં ચેમ્પિયન