UP: રહસ્યમય તાવથી ૪૦ના મોતનો દાવો, યોગી સરકારે મલેરિયા અધિકારીને કર્યા સસ્પેન્ડ

1013

ઉત્તરપ્રદેશના બરેલી અને તેની આસપાસના જીલ્લામાં રહસ્યમય તાવના પ્રકોપથી ૪૦ લોકોના મોત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જોકે વાસ્તવિક આંકડો ૨૦૦ને પાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. બરેલી જીલ્લામાં ૧૦૦થી વધારે લોકોના રહસ્યમયી તાવની ચપેટમાં થયાનું અનુમાન છે. જોકે, સ્વાસ્થ્ય વિભાગે જીલ્લામાં માત્ર ૧૯ લોકોના મોત થયાની વાત સ્વીકારી હતી. સ્વાસ્થ્ય વિભાગ ગામોમાં કેમ્પ લગાવી દર્દીઓને સારવાર આપવાનો દાવો કરી રહી છે. વર્તમાન સ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉ અને દિલ્હીથી ડોક્ટરોની ચાર ટીમ બરેલી અને બદાયૂમાં રવાના કરી દીધી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યૂએચઓ) અનુસાર, પીએફ મેલેરિયાના રોગમાં સૌથી ઘાતક માનવામાં આવે છે, જે આ મેલેરિયાના લક્ષણનું ૨૪ કલાકમાં નિદાન ન કરવામાં આવે તો તે ઘાતક સાબિત થઈ શકે છે. આ બિમારીમાં માથાનો દુખાવો, ખુબ તાવ આવવો, ઠીડી લાગવી, અને પેટમાં દુખાવો થવાના લક્ષણ સામેલ છે.

Previous articleદહેજના કેસમાં પતિની તરત ધરપકડ થઇ શકે છે : સુપ્રીમ
Next articleહરિયાણામાં બોર્ડ ટોપર પર ગેંગરેપથી ભારે સનસનાટી