એશિયા કપ :  BCCIએ ઈન્ડિયા-એના ૫ ખેલાડીઓને દુબઇ મોકલ્યા

0
550

ઇન્ડિયન ક્રિકેટ ટીમ એશિયા કપની તૈયારી શરૂ કરી દેવાઈ છે. બધા જ ખિલાડીઓ પહેલી મેચ અને પ્રેક્ટીસ માટેની તૈયારીઓ કરી રહ્યા છે અને બીસીસીઆઇ પણ બધા ખીલાડીઓને પુરતો સાથે આપી રહી છે. ભારત કંટ્રોલ બોર્ડેની ટીમ દ્વારા સારા નેટ સેશન માટે ઇન્ડિયાએ ૫ બોલરને દુબઈ મોકલ્યા છે.

જે ખિલાડીઓને દુબઈ મોકલ્યા છે તેમાંથી ૩ ફાસ્ટ બોલર અને ૨ સ્પિનર છે. આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા અને સિધાર્થ કોલ ઇન્ડિયન ટીમને પ્રેક્ટીસ કરાવવા માટે દુબઈ મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત લેફ્ટ આર્મ સ્પિનર શાહબાજ નદીમ અને યુવા લેગ સ્પિનર મયંક માર્કંડેયને પણ દુબઈ મોકલવામાં આવ્યા છે.

બીસીસીઆઇના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે દરેક જગ્યા પર પ્રેક્ટીસ સત્ર માટે આટલા સારા ક્વોલીટી વાળા નેટ બોલર નથી મળતા. સતત રમાતી મેચોને કારણે ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહથને પણ નેટ સેશનમાં વધારે બોલિંગ નથી કરાવી શકાતી. એટલે જ યુવા બોલરોને નેટ શેશન માટે દુબઈ મોકલ્યા છે. તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયાથી વધારે ફાયદો થશે. એક તો બેટ્‌સમેનોને પ્રેક્ટીસ કરવા માટેની તક મળશે અને બીજી સાઇડ મયંક માર્કંડેય જેવા યુવા બોલરોને વધુ શીખવા માટેની તક મળશે.

વિચારવાની વાત એ છે કે જેટલા પણ ખીલાડીઓને દુબઈ મોકલવામાં આવ્યા છે તેમણે આ વર્ષેના આઈપીએલ સીજનમાં બેસ્ટ પર્ફોમન્સ આપ્યું હતું. આવેશ ખાને દિલ્લી ડેયરડેવિલ્સ ટીમ માટે સારી એવી બોલિંગ કરી હતી અને હાલમાં તે ૪ ટીમોની વચ્ચે ક્વાડ્રેંગ્યુલર સીરીઝમાં તે ઇન્ડિયા છ અને ઇન્ડિયા મ્ ટીમનો ભાગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here