ઓસ્ટ્રેલિયન ખેલાડીએ મને ખુંખાર આતંકીના નામે બોલાવેલો : મોઈન અલી

1430

ઇગ્લેન્ડના ખેલાડી મોઇન અલીએ હાલની ઓસ્ટ્રેલિયન ટીમને અસભ્ય ગણાવી છે. મોઇન અલીએ કહ્યુ છે કે આ એક માત્ર એવી ટીમ છે જે મને પસંદ નથી. ૨૦૧૭-૧૮ એશિયન સીરીઝ તેમજ છેલ્લા ત્રણ વર્ષના તેમના સફરના અનુભવો પરથી તેમણે આવુ કહ્યુ હતુ. ૨૦૧૫માં એશિયન સીરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડીએ મને ‘ઓસામા’ કહ્યો હતો. અલીએ દાવો કર્યો છે કે કાર્ડિફના યોજાયેલી સીરીઝમાં પ્રથમ મેચમાં તેમની વિરૂદ્ધ આપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી.  અલીએ તે મેચમાં શાનદાર પ્રદર્શન કરતા પ્રથમવારમાં ૭૭ રન બનાવી ૫ વિકેટ ઝડપી હતી. ટીમને ૧૬૯ રનથી જીત અપાવી હતી.

અલીએ કહ્યુ કે મારા માટે વ્યક્તિગત પ્રદર્શન ખુબ સારૂ રહ્યુ હતુ. આ એક જ ઘટનાએ મારૂ ધ્યાન ભટકાવ્યુ હતુ. મેચ દરમિયાન એક ઓસ્ટ્રેલિયન ખેલાડી મારી તરફ ધસી આવ્યો મને અપમાનીત કર્યો. મે જે સાંભળ્યુ મને તેના પર વિશ્વાસ નથી બેસતો, મને ખુબજ ગુસ્સો આવ્યો હતો.

Previous articleએશિયા કપ માટે પણ આગવી રણનીતિ બનાવવી પડશે : રોહિત શર્મા
Next articleદોડમાં વર્લ્ડ એથલીટ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ