ફ્લોરેન્સ વાવાઝોડાથી કૈરોલિનામાં ૫નાં મોત

800

ફ્લોરેન્સ વાવાઝોડું અમેરિકાના કૈરોલિનામાં પહોંચવાથી ઓછામાં ઓછા ૫ લોકોના મોત થયા છે. મૃતકોમાં એક મહિલા અને તેના બાળકનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના પૂર્વી રાજ્યમાં આ વાવાઝોડાંના કારણે મૂસળધાર વરસાદ પડી રહ્યો છે અને નદીઓ ખતરાથી ઉપર વહી રહી છે. ટ્રેંટ અને નિયૂજ નદીઓના સંગમ પર સ્થિત ઉત્તરી કૈરોલિનાના ન્યૂ બર્ન એરિયામાં વાવાઝોડું વધતા હજારો લોકો પોતાના ઘરોમાં ફસાઈ ગયા છે, જેમને ત્યાંથી રેસ્ક્યૂ કરવાની જરૂર છે. આ એરિયામાં ૩૦,૦૦૦ લોકો વસવાટ કરે છે.નેશનલ હરિકેન સેન્ટર (એનએચસી)એ સ્થાનિક સમય મુજબ રાત્રે ૮ વાગ્યે ફ્લોરેન્સને ઉષ્ણકટિબંધીય વાવાઝોડામાં બદલાયેલું જણાવ્યું, પરંતુ અધિકારીઓએ ચેતવણી આપી કે ખતરો હજુ ઓછો નથી થયો. ઉત્તરી કૈરોલિનાના ગવર્નર રોય કૂપરે કહ્યું કે, હજુ વધુ દિવસો સુધી વરસાદ પડવાની શક્યતા છે. કૂપરે વધુમાં કહ્યું કે, આગામી સપ્તાહે નદીઓ ખતરાથી ઉપર વહેશે અને હાલ છે તેના કરતાં પણ વધુ પૂર આવશે. તેઓએ કહ્યું કે, તોફાનમાં ૩ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે અને અન્ય એકની તપાસ કરવામાં આવી રહી છે કે તે તોફાનના કારણે મોત થયું છે કે કોઈ બીજા કારણે. કૂપરનું કહેવું છે કે, ન્યૂ હેનોવર કાઉન્ટીમાં માતા અને બાળકનું મોત ઘર પર વૃક્ષ પડવાના કારણે થયું અને અન્ય એક વ્યક્તિનું મોત લેનોઇર કાઉન્ટીમાં જનરેટર ચલાવતી વખતે થયું.

સ્થાનિક અધિકારીઓએ પેંડર કાઉન્ટીમાં એક અન્ય વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ આપ્યા છે. જ્યાં વૃક્ષો ધરાશાયી થતાં એક બીમાર મહિલાનું રેસ્ક્યૂ ન કરી શકાયું.

Previous articleમુખ્યમંત્રી રૂપાણીના હસ્તે રાજયકક્ષાનાં દ્વિતીયકલા મહાકુંભ-૨૦૧૮ને ખુલ્લો મુકાયો
Next articleધર્મનાં આધાર પર આરક્ષણ મંજૂર નહીં : અમિત શાહ