ફ્લોરેન્સ વાવાઝોડાંમાં 13નાં મોત; 9 લાખ ઘરોમાં વીજળી ઠપ

803

અમેરિકાના નોર્થ-સાઉથ કેરોલિનામાં ત્રાટકેલાં ફ્લોરેન્સ વાવાઝોડાંની તીવ્રતામાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જો કે, શનિવારે ઓથોરિટીએ ચેતવણી આપી હતી કે, વાવાઝોડાંના કારણે વરસાદની આગાહી હજુ યથાવત છે અને તેના કારણે જ્યાં પૂર આવ્યા છે ત્યાં પાણીનું સ્તર વધવાની આશંકા છે.

શનિવારે ફ્લોરેન્સ વાવાઝોડાંમાં મૃતકોનો આંકડો 13એ પહોંચ્યો છે. જેમાંથી નોર્થ કેરોલિનામાં 10 લોકોના મોત થયા છે જ્યારે સાઉથ કેરોલિનામાં ત્રણ લોકોનાં મોત થયાના સમાચાર છે. શુક્રવારે કેરોલિનામાં 5 લોકોનાં મોત થયા હતા. જેમાં એક મહિલા અને બાળકનો સમાવેશ થાય છે. છેલ્લાં 24 કલાકથી વધુ સમય પહેલાં ત્રાટકેલાં ફ્લોરેન્સ વાવાઝોડાંના કારણે નોર્થ કેરોલિનામાં ભૂસ્ખલન થયું છે. હવે ફ્લોરેન્સ નોર્થ કેરોલિનાથી 3.22 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાંની સ્લો પ્રોસેસના કારણે વરસાદમાં સતત વધારો થઇ રહ્યો છે. વરસાદ અને પૂરના કારણે રિલીફ અને રેસ્ક્યૂ ઓપરેશન પણ વધુ મુશ્કેલ બની રહ્યું છે.  શનિવારે કેટલાંક લોકોએ તેઓના ઘરે પરત ફરવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ પૂરના કારણે હાઇવે પર વધુ પાણી ભરાઇ જવાના કારણે તેઓ ફસાઇ ગયા હતા.

ફ્લોરેન્સના કારણે હાલ 145 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જ્યારે વરસાદે છેલ્લાં 20 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વાવાઝોડાંના કારણે કેરોલિનામાં અત્યાર સુધીના સૌથી ભયંકર પૂરનું જોખમ તોળાઇ રહ્યું છે. મેયર રૉય કૂપરે હજારો લોકોને ઘર છોડી દેવાના આદેશ કર્યા છે.

શનિવાર સુધી નોર્થ કેરોલિનાના 676,000 ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જ્યારે સાઉથ કેરોલિનામાં 119,000 લોકો વીજળી વગર છે.
શનિવારે સવારે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પડિઝાસ્ટર ડિક્લરેશન કર્યુ હતું. નોર્થ અને સાઉથ કેરોલિનામાં અત્યાર સુધી 60 સેમી સુધી વરસાદ થયો છે અને હજુ 45 સેમી વરસાદ પડવાનું અનુમાન છે. કેરોલિનામાં છેલ્લાં બે દિવસથી વાવાઝોડાંની અસરના કારણે 5 રાજ્યોમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે. વાવાઝોડાંના કારણે અત્યાર સુધી 42,00 મકાનો ક્ષતિગ્રસ્ત થયાના સમાચાર છે.

Previous articleપીડિતાના પરિવારે, કહ્યું- અમને વળતર નહીં, ન્યાય જોઇએ
Next articleનિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરાઈ