દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ માકને રાજીનામું આપ્યુ હોવાની વાતને કોંગ્રેસે નકારી

916

દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદથી અજય માકને રાજીનામું આપી દીધું છે. તેમણે તેમના સ્વાસ્થયના કારણે રાજીનામું આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજીનામું આપ્યા પછી અજય માકન વિદેશ રવાના થઈ ગયા છે. જોકે કોંગ્રેસ માકને રાજીનામું આપ્યું હોવાની વાતને નકારી દીધી છે. અજય માકને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને તેમની તબિયત ઠીક ન હોવાનું કારણ જણાવ્યું છે. તેઓ તેમની સારવાર વિદેશમાં કરાવી રહ્યા છે. તેથી તેમને હાલ પદ મુક્ત કરવાની ભલામણ કરી છે. માકનના રાજીનામા વિશે કોંગ્રેસે ખુલાસો કરતા કહ્યું છે કે, અજય માકનની તબિયત ખરાબ છે. તેમનો ઈલાજ વિદેશમાં ચાલી રહ્યો છે. તાજેતરમા ંજવિદેશ ગયા પહલેાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના દિલ્હી પ્રબારી પીસી ચાકો સાથે મુલાકાત કરી હતી.

નોંધનીય છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમત્રી શીલા દીક્ષિતની પણ તબિયત ઠીક નથી. લોકસભા ચૂંટણી પહેલાં માકન અને શીલા બીમાર હોવાથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવે છે. માકને તેમના રાજીનામામાં લખ્યું છે કે, તેમનું સ્વાસ્થય સારું ન હોવાથી તેઓ દિલ્હીના લોકો માટે સંપૂર્ણ રીતે લડાઈ નહીં લડી શકે.

Previous articleથાઇલેન્ડ ગુફામાં ફસાયેલાં બાળકોને બચાવનાર ડાઇવરે એલન મસ્ક પર બદનક્ષીનો કેસ કર્યો
Next articleઆરકોમ ટેલિકોમ સેક્ટરમાંથી નીકળી જશે, રિયલ એસ્ટેટ પર ધ્યાન કેન્દ્રીત કરશેઃ અનિલ અંબાણી