૧૦ વર્ષના સગીર સાથે કુર્કમ કરનાર શખ્સને ૧૦ વર્ષની કેદ

1428

અઢી વર્ષ પુર્વે બોટાદ ગામે રહેતા દસ વર્ષના એક સગીરને અવાવરૂ ખેતરમાં લઈ જઈ એક નરાધમ શખ્સે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચાર્યાની ફરિયાદ બોટાદ પોલીસ મથકમાં સગીરના  પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ભાવનગરના સ્પે. જજ અને ત્રીજી એઢી, સેશન્સ જજ એમ.જે.પરાશરની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ બી.જે. ખાભલીયાની  દલીલો. આધાર પુરાવા ધ્યાને લઈ અદાલતે આરોપી સામેનો ગુનો સાબીત માની દસ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂા. દસ હજારનો દંડ ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ બોટાદના ગાયત્રીનગર વિસ્તારમાં ગત તા. રપ-પ-ર૦૧૬ના રોજ બપોરના સુમારે ફરિયાદીના પુત્ર (ઉ.વઉ૧૦) સગીર સાઈકલ લઈને નિકળતા તે વેળાએ આરોપી ફીરોઝ નીઝારઅલી બતાડા (ઉ.વ.ર૬) રહે. ધંધુકા, નસીબ સોસાયટી, હાલ હરણકુઈ, બોટાદ) નામના શખ્સે સાઈકલમાં પંચર કયાં કરે છે ? તેવું પુછતા આરોપી ફીરોઝે ભળતી જગ્યાએ જ સગીરને મોકલી. પાછળથી પોતે પહોંચી જઈ ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શાળા નં. ૧૯ની પાછળ આવેલા અવાવરૂ ખેતરમાં લઈ જઈ સગીર સાથે અને સગીરની મરજી વિરૂધ્ધ બળજબરીપુર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી નાસી છુટયો હતો.

આ બનાવ અંગે સગીરના પિતાએ બોટાદ પોલીસ મથકમાં આરોપી ફીરોઝ નીઝારઅલી બતાડા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે કલમ-૩૭૭ તથા પોસ્કો એકટ -ર૦૧રની કલમ ૩, ૪, ૮, ૧ર મુજબનો ગુન્હો નોંધ્યો હતો. આ અંગેનો કેસ ભાવનગર સ્પે. જજ અને ત્રીજા એડી. સેશન્સ જજ એમ.જે. પરાસરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે. ખાંભલીયાની દલીલો, મૌખિક પુરાવા-૧૬, લેખિત પુરાવા ૩૬ વગેરે ધ્યાને લઈ આરોપી ફિરોઝ સામે પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફોમ સેકસ્યુઅલ ઓફસન્સ એકટ-ર૦૧રની કલમ ૪ મુજબના ગુન્હામાં આરોપીને તકસીરવાન ઠરાવી દસ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂા. દસ હજારનો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સજા અદાલતે ફટકારી હતી. વધુમાં દંડની રકમમાંથી રૂા. પાંચ હજાર ભોગ બનનાર સગીરના પિતો ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો.

Previous articleભાવનગર શહેરમાં ઠેર-ઠેર ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી
Next articleકાળીયાબીડ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવેલ દબાણોને દુર કરતુ તંત્ર