જીવનનગર કા વિધ્નહર્તામાં રહીશોની બાળાઓએ મહાઆરતીમાં ભાગ લીધો

673

જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ સમિતિ અને મહિલા સત્સંગ મંડળના સંયુક્‌ ઉપક્રમે જીવનનગર કા વિધ્નહર્તા ગણપતિ મહોત્સવથી રહીશોના ઘરે ઘરે ધર્મમય વાતાવરણ થવાથી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. રહીશોની બાળાઓએ સામુહિક મહાઆરતીમાં ભાગ લીધો હતો. દરરોજ પ્રસાદનું વિતરણ શ્રદ્ધાળુઓ ઉપરાંત જરૂરીયાતમંદ લોકોને આપવામાં આવે છે. રાજકોટ રૈયા રોડ ઉપર મહોત્સવમાં લોકો પરિવાર સાથે આવવાનું પસંદ કરે છે. તેમાં સાદાઈ, ઘોંઘાટ વગર, પરંપરાને અનુલક્ષીને ઉજવણી કરવામાં આવે છે. સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ રહીશોને માહિતી આપતા જણાવ્યું કે ધર્મશ્રદ્ધામાં અતિરેકથી અનેક પ્રશ્નો ઉભા થાય છે તેનો અનુભવ થવાથી સમિતિએ આદર્શ નિયમો બનાવી પાલન કરાવે છે. પ્રસાદ લેવા માનવ મહેરામણ ઉભું થાય તેવું આયોજન કરવામાં આવતું નથી. પીઝા, ઢોસા, પાઉંભાજી જેવા અનેક પ્રસાદો ઉપર પાબંદી છે. રહીશોની બાળાઓએ મહોત્સવ સમિતિના સંચાલકો શોભનાબેન ભાણવડિયા, સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, જયોતિબેન પુજારા અને હર્ષાબેન પંડયા વકીલની દેખરેખ નીચે જીવનનગર કા વિધ્નહર્તા મહોત્સવમાં દરરોજ શ્રદ્ધાળુઓ પોતાની શક્‌િ મુજબ યોગદાનની કદર કરવામાં આવે છે. સવાર- સાંજ દિપમાલા- મહાઆરતી દરરોજ, આગેવાનો, પદાધિકારીઓ હાજરી આપે છે.

Previous articleજાફરાબાદના માણસા ગામે સાવજોએ ૪ ગાયોના મારણ કર્યા
Next articleઘોઘા તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો