બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાની એકતા યાત્રા સિહોર ખાતે પહોંચી

937

સમગ્ર ભારતમાં વસતા બ્રહ્મભટ્ટ સમાજને એક મંચ પર લાવી, સામાજિક, આર્થિક, શેક્ષણિક, રાજકીય એમ બધા ક્ષેત્રોમાં મહાક્રાંતિ લાવવાના હેતુથી કાર્ય કરતા બ્રહ્મભટ્ટ નવ નિર્માણ સેના દ્વારા તારીખ ૧૬/૯/૧૮ના રોજ પાલીતાણા થી વીર દાદુજી બારોટને વંદન કરીને એકતાયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તા.૧૭/૦૯/૧૮ ના રોજ એકતાયાત્રાનું આગમન સરવસ્તી માતાના રથ સાથે શિહોરમાં થયું હતું. માં સરસ્વતીના રથના વધામણા અને એકતાયાત્રાનું સ્વાગત આનંદ અને ઉત્સાહથી કરવામાં આવ્યું હતું.. “જય હો બ્રહ્મભટ્ટ સમાજ નો” અને “બ્રહ્મભટ્ટ એકતા જિંદાબાદ’ ના બુલંદ નારા સાથે યુવાનો સંકલ્પિત થયા હતા,આ કાર્યક્રમમાં બીએનવાયએસના રાષ્ટ્રીય અધ્યક્ષ મિહિર બ્રહ્મભટ્ટ તથા બીએનવાયએસ ગુજરાતના હોદ્દેદારો તેમજ સિહોર બ્રહ્મભટ્ટ સમાજના વડીલો, યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,આ કાર્યક્રમ ને સફળ બનાવવા સિહોર મ્રૂદ્ગજી તેમજ બ્રહ્મભટ્ટ સમાજના યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleભીમનાથ ખાતે ટીબી રોગ વિશે જનજાગૃતિ
Next articleમોતીબાગ ખાતે ટાઉનહોલના બગીચામાં વરલી-મટકાનો જુગાર રમતા ૩ જબ્બે