રૂપાણી સરકારે દારૂની પરમીટ મોંઘી કરીને ‘નશાબંધી’ કડક કરી

855

ગુજરાત વિધાનસભાના બીજા અને અંતિમ દિવસે વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લીકર હેલ્થ પરમીટની નીતિની જાહેરાત કરી હતી. આ દરમિયાન ગૃહમંત્રીએ સ્વીકાર્યું હતું કે રાજ્યમાં કેટલાક લોકો ખોટી રીતે દારૂની પરમીટ મેળવી લેતા હતા.

ગૃહમંત્રીએ વિધાનસભામાં દારૂની પરમીટના ફોર્મથી લઈને પરમીટની કિંમતમાં વધારો કર્યો હતો. જે પ્રમાણે હાલ પરમીટના ફોર્મની ફી રૂ. 50 લેવામાં આવતી હતી તેમજ આરોગ્ય તપાસ ફી તરીકે રૂ. 500 લેવામાં આવતા હતા. નવી જાહેરાતમાં પરમીટ ફોર્મ ફી રદ કરવામાં આવી છે, તેમજ પરમીટ પ્રોસેસ ફી પેટે રૂ. 2000 લેવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય તપાસ ફીને વધારીને રૂ. 2000 કરવામાં આવી છે.

Previous articleટ્રિપલ તલાક પર અધ્યાદેશ લાવશે કેન્દ્ર સરકાર
Next articleભારતે હોન્ગકોન્ગને હરાવ્યું, આજે ભારત અને પાકિસ્તાન આમને-સામને