તીર્થસ્થાન સાંઢિડા પાસેનું આ નાળુ મોટી જાનહાનીની રાહ જુએ છે ?

862

તીર્થસ્થાન સાંઢિડા મહાદેવ પાસેનું બેઠુ નાળુ મોટી જાનહાનીની રાહ જુએ છે…? પદાધિકારીઓ અને અધિકારીઓ અહીંથી નિકળે છે પણ… નિર્ભર બનીને આંખ આડા કાન કરતા લાગે છે.

સણોસરાથી ગારિયાધારના મુખ્ય માર્ગમાં વિસ્તૃતિકરણના સારા કામ કરાયા છતાં તીર્થસ્થાન સાંઢિડા મહાદેવ પાસેનું બેઠુ નાળુ એમ જ રહ્યું છે. આ બેઠા નાળાની બંને બાજુ રસ્તો વળાંક વાળો હોઈ વધુ જોખમી રહેલ છે. આ નાળુ મોટી જાનહાનીની રાહ જુએ છે..? આથી પછી તંત્ર વાહકો તાબડતોબ કામ હાથ ધરી લેશે એવું હશે ?

સેંકડો નાના-મોટા વાહનો અહીંથી નિકળે છે. કેટલાક નાના અકસ્માતો સર્જાય છ છે. કેટલાંએ પદાધિકારીઓ અને અધિકારીઓ અહિંથી નિકળે છે પણ… આ બાબત ધ્યાન દેવાના બદલે નિર્ભર બનીને આંખ આડા કાન કરતા લાગે છે. તંત્ર આ અંગે મોટું ઉચું નાળુ બનાવવા શા માટે કાર્યવાહી કરતું નથી તે સમજાતું નથી.

Previous articleદામનગરમાં ગણેશ ઉત્સવની થઈ રહેલી ઠેર-ઠેર ઉજવણી
Next articleબોટાદ ખાતે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યા