બોટાદ ખાતે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની ઘાતકી હત્યા

1252

બોટાદના ગઢડા રોડ પર મોડી સાંજે રબારી યુવાન પર કોઈ અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરી લોહીયાળ ઈજાઓ કરી નાસી છુટયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને બોટાદની સોનાવાળા હોસ્પિટલમાં ખસેડાતા જયાં સારવાર દરમ્યાન મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો સ્ટાફ દોડી જઈ બનાવની ઉંડાણ પુર્વકની તપાસ હાથ ધરી હતી.

સૂત્રો માંથી મળતી માહિતી મુજબ બોટાદ શહેરના ઢાકનિયા રોડ પર રહેતા અને આઈ.ટી.આઈમાં પટાવાળાની નોકરી કરતા માત્રાભાઈ ગભરુભાઈ મોરી પર આજે સાજના ૮ વાગ્યાની આસપાસ ગઢડા રોડ પર આવેલ હરિ દર્શન પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા છરીના ઘા મારતાં ગંભીર હાલતે બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૂર્ત જાહેર કર્યા હતા.શા માટે યુવાન ની હત્યા કરવામાં આવી કોના દ્વારા હત્યા કરવામાં આવી તે વિગતો હજી બહાર આવી નથી. બનાવની જાણ થતાં બોટાદ પોલીસ સ્ટેશન ના ડી.વાય.એસપી.પટેલ, બોટાદ પી.આઈ.સોલકી ,પી.એસ.આઈ સગર સહિત મસ મોટો કાફલો હોસ્પિટલ  દોડી આવ્યો હતો.યુવાનની હત્યાની જાણ રબારી સમાજના લોકોને થતા મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા.

Previous articleતીર્થસ્થાન સાંઢિડા પાસેનું આ નાળુ મોટી જાનહાનીની રાહ જુએ છે ?
Next articleસુરત ખાતે ટ્રાફિક બ્રિગેડની દબંગાઈ સામે યુવા કોળી સમાજે રોષ પુર્વક આવેદનપત્ર