ગરબા સ્થળે મહિલા આયોગની રહેશે બાજ નજર, હેલ્પલાઈન પર ફરિયાદ કરી શકાશે

1243

આવતા મહિને નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગરબા રમતી મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓને કોઈપણ રીતે હેરાન, પરેશાન કે છેડતી કરવાનો બનાવ ન બને તે માટે રાજ્યનો મહિલા આયોગ આગળ આવ્યો છે. મહિલા આયોગ રાજ્યભરમાં કરવામાં આવેલા ગરબાના આયોજન સ્થળો પર બાજ નજર રાખશે. દરમિયાન કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો પીડિતા મહિલા હેલ્પલાઈન ૧૮૧ પર ફરિયાદ કરી શકશે.

નવરાત્રિ દરમિયાન મહિલાઓની કોઈપણ પ્રકારની પજવણી ન થાય તે માટે મહિલા આયોગ ચિંતિત છે. જેને લઈને ગરબા આયોજકો ક્લબોને મહિલાઓને સુરક્ષા પુરી પાડવા માટે મહિલા આયોગે પહેલાથી સૂચના આપી દીધી છે.

Previous articleશાર્દૂલ,અક્ષર પટેલ એશિયા કપમાંથી બહાર  સિદ્ધાર્થ કૌલ,રવિન્દ્ર જાડેજાનો સમાવેશ
Next articleમુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે અંબાજી સેવાકેન્દ્રની મુલાકાત લીધી