જીવનનગર કા વિધ્નહર્તાની મહાઆરતીમાં ભાગ લેતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ

666

જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, મહિલા સત્સંગ મંડળના  ઉપક્રમે જીવનનગર કા વિધ્નહર્તા ગણપતિ મહોત્સવમાં વિશેષ આસ્થાના કારણે માનવ મહેરામણ શ્રદ્ધાને કારણે હાજરી આપે છે.

રાજકોટ મહાનગરપાલિકાના ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમારે મહોત્સવમાં હાજરી આપી પૂજન-અર્ચન, મહાઆરતી સાથે રહીશોના છાત્ર-છાત્રાઓની સ્પર્ધાનું ઉદ્દઘાટન કર્યું હતું. સમિતિના કાર્યોની ભારોભાર પ્રશંસા કરી હતી. ડે. મેયર અશ્વિનભાઈ મોલીયાએ જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્કના રહીશોને વિશેષ શુભેચ્છા પાઠવી જીવનનગર સમિતિ વાસ્તવમાં સામાજિક એકતાનું પ્રતિક સાબિત થયું છે તેવો સુર વ્યક્‌ કર્યો હતો.સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ મહેમાનોનું સ્વાગત કરી છેલ્લા ૩૭ વર્ષથી સમિતિ સામાજિક, સેવાકીય, રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ કરે છે તેની માહિતી આપી હતી.

Previous articleવરતેજ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી
Next articleભાવનગરના ફોટોગ્રાફર પ્રિયબા જાડેજા સીમલા ફોટોગ્રાફી પ્રદર્શનમાં ભાગ લેશે