ગઢડા સ્વામીનારાયણ મંદિરે જળજલણી એકાદશી ઉજવાઈ

2000

ગઢડામા જળજીલણી એકાદશી ના દિવસે નીકળતી ઠાકોરજી ની જળયાત્રા ૧૧ મા વર્ષ પણ બંધ રહી હતી જળયાત્રા નો રસ્તો બીએપીએસ સંસ્થા દ્વારા બંધ કરી દેવામાં આવતા ઠાકોરજી ની જળયાત્રા સવામીનારાયણ મંદિર દ્વારા ૧૧ વર્ષ થી બંધ રાખવામાં આવી હતી જયારે હજારો ભકતોમા દુખની લાગણી જોવા મળી હતી

જળજીલણી એકાદશી ના દિવસે સ્વામીનારાયણ ભગવાને સોનાની પાલખી મા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઠાકોરજીને ગઢડામા આવેલ ઘેલો નદીમાં જલ આહાર કરાવતા હતા ત્યારથી ગઢડામા જળજીલણી એકાદશી ના દિવસે લાખો હરિભકતો ની હાજરીમાં વાજતે ગાજતે ઠાકોરજીની પાલખી યાત્રા નીકળતી અને પવિત્ર ઘેલો નદીમાં નૌકા વિહાર કરાવતા અને ત્યાર બાદ લોક મેળાનો પ્રારંભ થતો હતો

ગઢડામા જે રસ્તા પરથી ઠાકોરજી ની જળયાત્રા પસાર થતી હતી તે રસ્તો ૨૦૦૭ મા ગઢડા બીએપીએસ મંદિર દ્વારા નગરપાલિકા પાસેથી જાહેર રસ્તો વેચાતો લઈ ઠાકોરજી ની જળયાત્રા રુટ પર દિવાલ બનાવી દેતા વિવાદ સર્જાયો હતો અને હરિભકતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને દિવાલ કાડ સજાયો હતો હાલ આ મામલો સુપ્રીમ કોર્ટે છે જેને લઈ ગઢડા  બીએપીએસ સંસ્થા દ્વારા બંધ કરાયેલ રસ્તો ખુલ્લો ન કરે ત્યાં સુધી ઠાકોરજીની જળયાત્રા છેલ્લા ૧૧ વર્ષ થી બંધ કરવામા આવી છે અને સવામીનારાયણ મંદિરના ગરભ ગૂરુહ મા ઠાકોરજીની પાલખીની પૂજા અર્ચના કરી પાલખી મુકી દેવામાં આવી છે આમ ૨૦૦ વર્ષ જુની પરંપરા તુટે છે ત્યારે સંતો અને હરિભકતો પણ નારાજ જણાઈ રહ્યા છે .

Previous articleભંડારિયા બહુરચજી મંદિરે નવરાત્રી મંડપનું કરાયું રોપણ
Next articleગુજરાત રાજયના મંત્રી અને પુર્વ ધારાસભ્ય સોલંકી બંધુઓ મુંબઈની ચાલીમાં રહે છે !