કાળીયાબીડના અંજની હાઈટ્‌સ ફ્લેટમાં ક્રિકેટનો સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો

1336

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ અંજની હાઈટ્‌સના ચોથા માળે ફ્લેટમાં ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને એલસીબી ટીમે રૂા.૬,૬૭,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

ભાવનગર એલ.સી.બી.ની ટીમ અગાઉ ક્રિકેટ સટ્ટો રમતાં પકડાય ગયેલ ઇસમોની વોચમાં હતાં.આ દરમ્યાન પો.કો. ચિંતનભાઇ મકવાણા તથા રાજેન્દ્દસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, બુધાભાઇ સુખાભાઇ મકવાણા રહે.મુળ-મોટા ચોક,શિહોર હાલ-ફલેટ નં. ૪૦૨, ચોથા માળે, એ વીંગ, અંજની હાઇટસ, કબીર આશ્રમ રોડ, કાળીયાબીડ, ભાવનગરવાળા ઉપરોકત ફલેટ ભાડે રાખી તેનાં ફલેટમાં બહારથી માણસો બોલાવી ટી.વી. માં આવતી એશિયા કપની ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ દ્રારા ક્રિકેટ મેચના સોદા કરી પોતાના હારજીતનો જુગાર રમી-રમાડી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકતે ગઇકાલ રાત્રીનાં બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ફલેટમાં એશિયા કપની ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી-રમાડતાં બુધાભાઇ મકવાણા હાજર મળી આવેલ. તેઓનાં કબ્જામાંથી એલઈડી ટીવી કિ.રૂા.ર,૦૦૦, ડીશ ટી.વી. સેટ અપ બોકસ કિ.રૂ.૧,૫૦૦/- તથા રીમોટ-૧, ક્રિકેટ મેચનાં ગ્રાહકોનાં સોદા લખેલ નોટબુક તથા બોલપેન-૧, મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૯,૦૦૦/-, રોકડ રૂ.૬,૫૫,૦૦૦/-ની ચલણી નોટો મળી આવેલ. ભાવનગર એલ.સી.બી. ટીમે ઉપરોકત આરોપી પાસેથી કુલ રૂ.૬,૬૭,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ. આ ક્રિકેટ સટ્ટો રમતાં અને રમાડતાં ઇસમો વિરૂધ્ધ ભાવનગર શહેર,નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.તેમજ પકડવાનાં બાકી તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી.એ તજવીજ હાથ ધરેલ.

Previous articleસિહોરમાં વરલી-મટકાના આંકડા લેતો શખ્સ ઝડપાયો
Next articleવરતેજ રામાપીર મંદિરે મૂર્તિનું સ્થાપન કરાયું