કોહલીને શૂન્ય પોઈન્ટ છતાં ખેલરત્ન અપાતા વિવાદ

1101

દેશના પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ પુરસ્કાર આપવાના મામલે વિવાદ સર્જાયો છે. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ તેમજ જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર રેસલર બજરંગ પુનિયાને વધુ પોઈન્ટ્‌સ હોવા છતાં પણ એવોર્ડ નહીં મળતા તે નિરાશ થયો છે. જ્યારે સરકારે આ પુરસ્કાર સંયુક્ત રીતે ભારીતય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વર્લ્ડ ચેમ્પિયન વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂ (૪૮ાખ્ત)ને આપવાનો નિર્ણય કર્યો છે. આ મામલે પુનિયાએ કોર્ટમાં જવાનો નિર્ણય કરી લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કોહલીને ‘૦’ પોઈન્ટ્‌સ મળ્યા હતા જ્યારે, વર્લ્ડ ચેમ્પિયન વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂને ૪૪ પોઈન્ટ્‌સ મળ્યા હતા. ૧૧ સભ્યોની પસંદગી પેનલ દ્વારા આ વર્ષના રાજીવ ગાંધી ખેલ પુરસ્કાર માટે આ બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. કોહલીના પર્ફોર્મન્સ શીટમાં શૂન્ય પોઈન્ટ હતા કારણ કે ક્રિકેટ માટે કોઈ માપદંડ નિર્ધારિત નથી કરાયા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ખેલ રત્ન મેળવવાની રેસમાં ઓછામાં ઓછા છ લોકો હતા જેમનો સ્કોર ચાનૂ કરતા વધુ હતુ. રેસલર બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ (બન્નેના ૮૦-૮૦ પોઈન્ટ્‌સ)એ પોતાની ઉપલબ્ધિઓને આધારે સૌથી વધુ પોઈન્ટ્‌સ મેળવ્યા હતા. જો કે આખરે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોહલી અને ચાનૂને ભારતીય રમત ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર આપવાનું નક્કી થયું હતું. ૨૦૧૮ના એવોર્ડ માટે શોર્ટલિસ્ટ થયેલા ૧૭ રમતવીરોની ઉપલબ્ધીઓને આધારે અપાયેલા પોઈન્ટ્‌સ દાખલ છે. જેમાં પેરા-એથલીટ દીપા મલિક ૭૮.૪ પોઈન્ટ સાથે પુનિયા અને ફોગાટથી પાછળ છે. આ ઉપરાંત મણિકા બત્રા (૬૫), બોક્સર વિકાસ કૃષ્ણન (૫૨) અને આર્ચર અભિષેક વર્મા (૫૫.૩)નું નામ છે.

Previous articleજેટલી કોહલીની સદી છે તેટલી તનવીર મેચ પણ રમ્યો નથી : ગૌતમ ગંભીર
Next articleસિવિલના ૨૦ તબીબોની બદલીથી અનેક વિભાગની કામગીરી પર અસર