બજેટના કામોના ટેન્ડરમાં વિલંબ મુદ્દે સમીક્ષા કરાશે

0
360

મહાપાલિકાના બજેટમાં સૂચવાયેેલા વિકાસ કામોના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં વિલંબ થતો હોવાના કારણે તેની દુરોગામી અસરો પડતી હોવાનું કહીને સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલ દ્વારા આ મુદ્દે તારીખ ૨૪મીએ સમિક્ષા બેઠક બોલાવાઈ છે. આ અગાઉ પણ ચેરમેન દ્વારા મ્યુનિસિપલ કમિશનર અમરાણીને ટેન્ડર ઝડપથી કરવા માટે કહેવાયું છે અને હવે આ મુદ્દે સમિક્ષા કરવામાં આવનાર છે.

મનપા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ કાયમી બની ગયો છે. સંસદ સભ્ય રખડતા ઢોરથી ઇજાગ્રસ્ત બની ચૂક્યા પછી ત્યારે સ્થાયી સમિતિ દ્વારા ૨૪મીએ મળનારી બેઠકમાં જુનથી ઓગસ્ટ દરમિયાન થયેેલી ઢોર નિયંત્રણની કામગીરીની સમિક્ષા કરાશે.સ્થાયી સમિતિની બેઠકમાં ટેન્ડર પ્રક્રિયા વિલંબિત થઇ રહી હોવાનો મુદ્દો લેવાયો છે. તે વાતે મહાપાલિકા વર્તુળમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here