વરસો બાદ અશરફનગર છાપરીયા વિસ્તારના તાજીયાનું ઝુલુસ ટાવર ચોક થઈ પસાર થયું

1033

હઝરત મોહમંદ પયગંબર (સ.અ.વ.)ના નવાસા હઝરત ઈમામ હસન હુસૈન એ તેમના ૭ર સાથીઓની સાથે કરબલાની ધગધગતી ગરીમી માં શહીદી વહોરી લીધી હતી. જેની યાદમાં મહુરૅમ શરીફ ઉજવાય છે. ખરેખર આ મહુરૅમ ઉજવવામાં શોક હોવો જોઈએ પરંતુ ઈસ્લામ ધમૅ માં પુરેપુરી જાણકારી ના અભાવે ઢોલ-નગારાં વગાડી મહુરૅમ શરીફ બે હુરમતી કરવામાં  આવતી હોવાનું પણ અમુક ધામિૅક રૂઢિચુસ્ત લોકો જણાવી રહયા છે. તો બીજી તરફ દર વષૅ ની માફક ચાલુ વરસે પણ હિંમતનગર શહેર ના અશરફનગર છાપરીયા અને હાજીપુરા હુસૈની ચોક ના તાજીયાનું એક સાથે ઝુલુસ નીકળ્યું હતું. મોહરમ મહિના શરૂઆત ના ૧૦ દિવસ સુધી શહેર ની વિવિધ મસ્જીદો અને સોસાયટી ઓમાં વાયઝ અને તકરીર નો કાયૅકમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય ના લોકો એ વાયઝ અને તકરીર નો લ્હાવો લીધો હતો. હિંમતનગર શહેર માં ઠેર ઠેર સરબત અને દુધ કોલ્ડ્રીકસ ની પરબો માંડવામાં આવી હતી. જેમાં થી પ્રસાદી રૂપે હિદુ-મુસ્લિમ ભાઈઓએ પીતા નજરે પડયા હતા.ચાલુ વરસે શહેર ના પોલોગ્રાઉન્ડ વિસ્તાર ની માચીસ ફેકટરી નજીક અન્ડર ગ્રાઉન્ડ રોડ નું કામ ચાલુ હોવાને કારણે વહીવટી તંત્ર ધ્વારા અશરફનગર છાપરીયા વિસ્તાર ના તાજીયા ને વરસો બાદ ટાવર ચોક પાસેથી પસાર થવા માટેની મંજુરી આપવામાં આવી હતી. જેમાં જીલ્લા પોલીસ વડા માંડલીક ના માગૅદશૅન હેઠળ સ્થાનિક પોલીસ અધિકારી ઓના ચુસ્ત સલામતી બંદોબસ્ત હેઠળ તાજીયા ના ઝુલુસ ની હસન શહિદ(ર.અ.)દરગાહ નજીક પુણૉહુતી કરવામાં આવી હતી. હાજીપુરા હુસૈની કમિટી ના ઈશાક શેખ,મુસ્તાક સૈયદ,એજાજ સૈયદ સહિત ના આગેવાનો એ તાજીયા ના ઝુલુસ નું સંચાલન કયુૅ હતું.

Previous articleતાજીયાનું ફુલાના હાર પહેરાવી સન્માન
Next articleપ્રવાસન ધામ – કયાંનું હશે…?