શેત્રુંજી ડેમ ક્લસ્ટરમાં ખેલ મહાકુંભ અંતર્ગત બાળ રમતોત્સવની ઉજવણી

809

પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ ક્લસ્ટર ની તમામ પેટાશાળા શેત્રુંજી ડેમ,ભૂતિયા, કેજીબીવી, નાનીપાણીયાળી, થોરાળી, સોનપરી ૧, સોનપરી ૨, વિઠ્ઠલવાડી,ભુતાડીયા પ્રાથમિક શાળાનો ખેલ મહાકુંભ ૨૦૧૮ અંતર્ગત બાળ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં કબડ્ડી , ખો ખો , લાંબી કૂદ, સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ, ગોળા ફેંક, ૩૦મી દોડ,૫૦મી દોડ,૧૦૦મી દોડ વગેરે રમતોમાં ૨૭૮ બાલ રમતવીરોએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભમાં ક્લસ્ટર કક્ષાએ ઝીરો બજેટ હોય દાતાનો સારો સહકાર મળ્યો હતો.તમામ સ્પર્ધામાં પ્રથમ આવેલ ખેલાડીઓને જીતુભાઇ જોશી(શેત્રુંજી ડેમ કે.વ. આચાર્ય) તરફથી શિલ્ડ આપવામાં આવ્યા હતા.મોટી પાણીયાળી કે.વ.આચાર્યવાળા ભીમજીભાઈ નો સમગ્ર કાર્યક્રમમાં સારો સહકાર મળ્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માં દરેક શિક્ષકમિત્રોએ મદદ કરવા બદલ શેત્રુંજી ડેમ સી.આર. સી.કો. મોરી ઉદયસિંહે શુભેચ્છા પાઠવેલ.

Previous articleપાડરશીંગા ગામે જળજલણી એકાદશી નિમિત્તે બટુક ભોજન
Next articleશહેર કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું