નારી ગામ પાસેથી ઈંગ્લીશ દારૂની મોંઘી બોટલો સાથે શખ્સ ઝડપાયો

1901

વરતેજ-ધોલેરા રોડ નારી ગામ પાસ હાઈવે પરથી વરતેજ પોલીસ સ્ટાફે બાતમી આધારે ભાવનગરના પીંજારાવાડમાં રહેતા શખ્સને ઈંગ્લીશ દારૂની મોંઘી દાટ બોટલો સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વરતેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આઇ.ડી.જાડેજા. તથા વરતેજ પોલીસ સ્ટેશનનાં સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કોન્સ. દેવેન્દ્રસિંહ નિરૂભા જાડેજા, વિશુભા વાધેલાને મળેલ સંયુકત બાતમી આધારે વરતેજ ધોલેરા રોડ નારી ગામ  બજરંગદાસબાપાની મઢુલી પાસે હાઇવે રોડ ઉપર એક ઇસમ બે થેલામાં ઇગ્લીંશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૦૨,લીટર તથા ૦૧,લીટર તથા ૭૫૦ એમએલનાં માપની સ્કોચ તથા વ્હીસ્કીની બોટલો નંગ ૨૭, તથા બીયર ટીન નંગ ૧૨, મળી કુલ ટોટલ કિંમત રૂ.૨૫,૩૯૫/- નાં મુદ્દામાલ સાથે આરોપી અબ્દુલ ઉર્ફે લાલો મુંન્નાફભાઇ શેખ ઉ.વર્ષ.૨૧.રહે પીંજારાવાડ ભાવનગરવાળાને  ઝડપી લીધો હતો.

Previous articleસાંસ્કૃતિક સ્વાધ્યાય કસોટી
Next articleવિસ્તારની અંદરના ભાગોના રસ્તાઓની ભંગાર હાલત જેવી દેખાતી ખખડધજ સ્થિતી