જ્વેલર્સ સર્કલ પાસેથી દેશી દારૂની હેરફેર કરતો અધેવાડાનો શખ્સ જબ્બે

1000

શહેરના જ્વેલર્સ સર્કલ પાસેથી અધેવાડાના શખ્સને દેશી દારૂની હેરફેર કરતા નિલમબાગ પોલીસે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો પોસ્ટે વીસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ડી સ્ટાફના પો.કોન્સ જીગ્નેશભાઇ મારૂને મળેલ બાતમી આધારે ભાવનગર જવેલર્સ સર્કલ ખાતેથી આરોપી ભરતભાઇ પરશોતમભાઇ જાદવ રહે-અધેવાડા ગામ ઝાંઝરીયા હનુમાનના મંદીર પાસે દેશી પીવાનો દારૂ લીટર ૨૦૦ કી.રૂ.૪,૦૦૦/- તથા એક હીરો સ્પલેન્ડર મો.સા. રજી નં-જીજે ૪ બીએસ ૧૬૭૧ કી.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૩૪,૦૦૦/- ના મુદામાલ સાથે દેશી દારૂની હેરફેર કરતા પકડી પાડી મુદામાલ કબ્જે કરવામા આવેલ અને આરોપી ને અટક કરી તેના વીરુધ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન ધારા ની કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબ ફરીયાદ રજી કરાવેલ હતી અને આગળની તપાસ ડી સ્ટાફના પો.હેડ.કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ ચલાવી રહેલ છે.

Previous articleવિસ્તારની અંદરના ભાગોના રસ્તાઓની ભંગાર હાલત જેવી દેખાતી ખખડધજ સ્થિતી
Next articleશહેરમાં તાજીયાના માતમી ઝુલુસ, શોક મજલીશ