બંગાળમાં વ્યાપક હિંસા ભડકી : બેના મોત થયા

713

પશ્ચિમ બંગાળમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે જોરદાર ઝપાઝપી થયા બાદ હિંસા ભડકી ઉઠી હતી. આમા બે વિદ્યાર્થીઓના મોત થયા છે. હિંસામાં મૃત્યુ પામેલા બે વિદ્યાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે. જે પૈકી વિદ્યાર્થી રાજેશ સરકાર અને તપસ બર્મન તરીકે ઓળખાયા છે. હિંસા દરમિયાન સરકારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તપસનું નોર્થ બંગાળ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા બાદ મોત થયું હતું.

બંને વિદ્યાર્થીઓના માતા પિતાએ દાવો કર્યો છે કે, પોલીસ ગોળીબારમાં તેમનું મોત થયું છે. જો કે, પોલીસ વહીવટીતંત્રએ આ પ્રકારના આક્ષેપોને રદિયો આપ્યો છે. નોર્થ દિનાજપુર જિલ્લામાં સ્થિતિ ખુબ જ તંગ બની ગઈ છે. અફડાતફડીનો દોર અકબંધ રહ્યો છે. પોલીસ દ્વારા હુમલો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Previous articleશહેરમાં તાજીયાના માતમી ઝુલુસ, શોક મજલીશ
Next articleસાંબા સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ, ફાયરિંગ અને મોર્ટારમારો