કોંગી માટે નર્મદા કમાણીનું સાધન, ભાજપ માટે સેવાનું સાધન છે

0
542

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસે કરેલા આક્ષેપોને રદીયો આપતાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ માટે ભલે નર્મદા યોજના કે એસટી બસની સુવિધા એ કમાણીનું સાધન હોય પરંતુ, ભાજપા માટે એ સેવાનું સાધન છે. ખેડુતોને પછાત રાખવાનું, ગરીબને ગરીબ રાખવાનું અને સામાન્ય માણસને સામાન્ય રાખવાનું પાપ કોંગ્રેસે કર્યુ છે. કોંગ્રેસ નર્મદા યોજના અને એસટી બસના ખોટના આંકડા ગણાવી રહી છે ત્યારે, શું ખેડુતો ઉપર બોજો નાંખીને કોંગ્રેસ ખેડુતોને પાયમાલ કરવા માંગે છે ? કોંગ્રેસ એસટી નિગમના ખોટના આંકડા ગણાવી રહી છે પરંતુ, કોંગ્રેસ એ ભુલી જાય છે કે એસટી બસોનો સૌથી વધુ ઉપયોગ ગરીબ અને સામાન્ય વર્ગના લોકો કરે છે. ત્યારે શું કોંગ્રેસ ભાડા વધારીને આ ગરીબ અને સામાન્ય વર્ગની કમર તોડી નાંખવા માંગે છે ? ખેડુત, ગરીબ અને સામાન્ય વર્ગનું નામ કોંગ્રેસના મોઢે શોભતુ નથી. કોંગ્રેસ આ સામાન્ય વર્ગના લોકોનું નામ લેવાનું બંધ કરે. દેશમાં ૭૦-૭૦ વર્ષ સુધી શાસન કરનારી કોંગ્રેસ લોકો માટે પાયાની સુવિધાઓ પણ ઉભી કરી શકી નહોતી. સામાન્ય અને ગરીબ વર્ગના લોકોના આરોગ્ય માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર શૌચાલયો બનાવવાની વાત કરી ત્યારે કોંગ્રેસ તેની હાંસી ઉડાવતી હતી. ત્યારે આજે કોંગ્રેસ કયા મોઢે શૌચાલય બાબતે ખોટા પ્રશ્નો ઉભા કરી રહી છે ? હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારમાં દેશમાં સાત કરોડ શૌચાલયનું નિર્માણ થયું છે જેમાં ગુજરાત અગ્રેસર છે. કેગના અહેવાલ બાબતે કોંગ્રેસ દ્વારા ઉભા કરવામાં આવેલા સવાલ બાબતે  વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કેગનો રિપોર્ટ તેના પેરા એ વહિવટી વિભાગે હલ કરવાના હોય છે. વિધાનસભા દ્વારા પીએસસી કમિટિ બનાવવામાં આવી છે જેના ચેરમેન કોંગ્રેસના છે.

જો કંઇ ખોટું થતુ હોય તો કોંગ્રેસ ફરિયાદ કરી શકે છે પરંતુ લોકોને ગેરમાર્ગે દોરવા માટે કોંગ્રેસ દ્વારા આ ધુપ્પલ ચલાવવામાં આવી રહ્યુ છે.  દરમિયાન ભાજપા પ્રદેશ મીડિયા સેલ કન્વીનર હર્ષદ પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ પ્રભારીશ્રી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી સતીષ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આવતીકાલે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ શ્રી કમલમ ખાતે એક દિવસીય પ્રદેશ કારોબારી બેઠક મળશે, જેમાં વિવિધ સંગઠનાત્મક બાબતોની સાથે આવનારી લોકસભા ૨૦૧૯ની ચૂંટણીના રોડમેપ અંગે તબક્કાવાર ચાલી રહેલી કામગીરી બાબતે વિસ્તૃતમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે તેમજ અત્યાર સુધી થયેલી કામગીરી તથા આગામી દિવસોમાં કયા કયા પ્રકારના કાર્યક્રમો કરવા તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ કારોબારી બેઠકમાં વિવિધ પ્રકારના પ્રસ્તાવો રજુ કરવામાં આવશે તેમજ તેના પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, આ પ્રદેશ કારોબારી બેઠકમાં પ્રદેશ કોર ગૃપ, પ્રદેશ હોદ્દેદારઓ, પ્રદેશ મોરચાના પ્રમુખઓ, વિવિધ સેલના પ્રદેશ સંયોજકઓ, પ્રદેશ સેલના કન્વીનરઓ, પ્રદેશ કારોબારી સભ્યઓ, આમંત્રિત અને વિશેષ આમંત્રિત સભ્યઓ, જીલ્લા/મહાનગરના પ્રભારીઓ, જીલ્લા/મહાનગરના પ્રમુખ/મહામંત્રીઓ, જીલ્લા પંચાયતના પ્રમુખઓ, વિપક્ષના નેતા તથા મહાનગરપાલિકાના મેયરઓ ઉપસ્થિત રહેશે.પ્રદેશ કારોબારી બેઠક પૂર્વે આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બપોરે ૧.૩૦ કલાકથી સાંજ સુધી ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારઓની બેઠક યોજાઇ હતી, જેમાં પ્રદેશ કોર ગૃપ, પ્રદેશ હોદ્દેદારઓ, પ્રદેશ મોરચાના પ્રમુખઓ, જીલ્લા/મહાનગરના પ્રભારીઓ તથા જીલ્લા/મહાનગર પ્રમુખઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here