કાશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, પાંચ આતંકવાદી ઠાર

889

સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, પાંચ આતંકવાદી ઠાર સુરક્ષાદળોએ સૂચનાના આધારે સેનાના જવાનો સાથે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ખુદને ઘેરાતા જોઈ આતંકવાદીઓએ સુરક્ષાદળ પર હુમલો કરી દીધો.
ઉત્તર-કાશ્મીરના બંદીપોરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળ વચ્ચે ઘર્ષણમાં પાંચ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હોવાની સૂચના મળી રહી છે. ભારતીય જવાનોનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. શુક્રવારે પણ આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલા ઘર્ણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
પોલીસને સૂચના મળી હતી કે, બંદીપોરના સુમલરમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા છે. સુરક્ષાદળોએ સૂચનાના આધારે સેનાના જવાનો સાથે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ખુદને ઘેરાતા જોઈ આતંકવાદીઓએ સુરક્ષાદળ પર હુમલો કરી દીધો. અત્યાર સુધીની જાણકારી અનુસાર, પાંચ આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હિઝબુલ આતંકવાદીની ધમકી બાદ શુક્રવાર બપોરે શોપિયા જીલ્લામાં ૪ પોલીસકકર્મીનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આમાંથી ૩ પોલીસજવાનોની આતંકવાદીઓએ હત્યા કરી દીધી. જ્યારે એક પોલીસકર્મીને છોડી મુક્યો હતો.

Previous articleભાવનગરમાં ૧૦૦ કરોડના બોગસ બિલીંગનો પર્દાફાશ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે