એશિયા કપમાં ભારત-પાકસ્તાન વચ્ચે વધુ એક મેચ

0
481

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે પ્રતિષ્ઠિત એશિયા કપમાં વધુ એક મેચ રમાનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ૧૯મી સપ્ટેમ્બરના દિવે ગ્રુપ એની મેચમાં ભારતે પાકિસ્તાનને સંપૂર્ણરીતે કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. ભારતે આ મેચ ૧૨૬ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ જીતી લીધી હતી. આઠ વિકેટે મોટી જીત મેળવી લીધા બાદ હવે આવતીકાલે ભારત ફરી એકવાર પાકિસ્તાન પર જીત મેળવી લેવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. દુબઇમાં સુપર ચારની મેચ રમાનાર છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે સાંજે પાંચ વાગ્યાથી કરવામાં આવનાર છે. રવિવાર હોવાથી ચાહકોને ખુબ જ મજા પડી જશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. જેમાં શિખર ધવન અને રોહિત શર્મા બન્ને ફોર્મમાં છે.  પ્રથમ મેચ એકતરફી રહ્યા બાદ આવતીકાલની મેચ હાઇવોલ્ટેજ, થ્રીલર અને દિલધડક બની શકે છે. પાકિસ્તાન પ્રથમ મેચમાં કંગાળ દેખાવ કર્યા બાદ શાનદાર દેખાવ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. દુબઇમાં રમાનારી આ મેચ પર બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓની સાથે સાથે પૂર્વ ખેલાડીઓની પણ નજર રહેશે. બંને દેશો વચ્ચે રમાયેલી વનડે મેચોના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો મેચો ખુબ રોચક રહી છે. એશિયા કંપની ૧૯મી સપ્ટેમ્બરના દિવસે રમાયેલી છેલ્લી મેચ પહેલા બંને દેશો વચ્ચે છેલ્લે ઓવલમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ભાગરૂપે મેચ રમાઇ હતી. જેમાં અપસેટ સર્જીને પાકિસ્તાને ભારત પર ૧૮૦ રને જીત મેળવી હતી. પાકિસ્તાનની વનડે ક્રિકેટના ઇતિહાસમાં ભારત સામે આ સૌથી મોટા અંતરથી પણ જીત હતી.એશિયા કપમાં આવતીકાલે ઐતિહાસિક મેદાન પર  આ મેચ રમાનાર છે. હાઉસફુલના શો વચ્ચે આ મેચ રમાનાર છે. આ મેચમાં શાનદાર દેખાવ કરનાર ખેલાડીની રાતોરાત અનેક ગણી લોકપ્રિયતા વધી જશે. સાથે સાથે તેને ઘણા સમય સુધી યાદ રાખવામાં આવનાર છે. સોશિયલ મિડિયા પર પણ જંગનો માહોલ રહેનાર છે. ભારત અને પાકિસ્તાન બન્ને પર મેચ જીત માટે જોરદાર દબાણ રહેલુ છે. આવી સ્થિતીમાં જે ટીમ ટેન્શનને દુર કરીને મેદાનમાં ઉતરશે તે ટીમ જ વિજેતા બનશે. બન્ને દેશો દ્ધિપક્ષીય સંબંધો સારા નહી હોવાના કારણે વર્ષોથી એકબીજા સામે દ્ધિપક્ષીય શ્રેણી રમતા નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આમને સામને આવે છે. લાંબા ગાળા બાદ બન્ને ટીમો વચ્ચે મેચો યોજાતી રહે છે જેથી કરોડો ચાહકોમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઇને રોમાંચ રહે છે. દુબઇના મેદાનમાં હાઉસફુલની સ્થિતી રહેશે.  સાથે સાથે કરોડો ક્રિકેટ ચાહકો દુનિયાભરમાં આ મેચને ટીવી પર જીવંત નિહાળવા માટે પણ તૈયાર છે. જો કોઇ અડચણો નહી બને તો રોમાંચક મેચ રમાશે. બંન્ને ટીમોના તમામ ખેલાડીને પણ સ્ટાર બનવાની તક રહેલી છે. ઇંગ્લેન્ડના લાંબા પ્રવાસ બાદ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ રોહિત શર્માને જવાબદારી સોંપવામાં આવી છે.રોહિત શર્મા કેપ્ટન તરીકે સતત સારો દેખાવ કરી રહ્યો છે.  જ્યારે સરફરાજ અહેમદના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમમાં પણ કેટલાક સ્ટાર અને આશાસ્પદ નવા ખેલાડી  છે.  ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન તરીકે છે.  એશિયા કપ ૨૦૧૮ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે.

ભારત-પાક : રેકોર્ડ શુ કહે છે

હાઈએસ્ટ ઇનિંગ્સ ટોટલ

* વિશાખાપટ્ટનમમાં વર્ષ ૨૦૦૪-૦૫ સિઝનમાં ભારતે નવ વિકેટે ૩૫૬ રન કર્યા

* ૨૦૦૩-૦૪ની સિઝનમાં કરાંચીમાં ભારતે ૭ વિકેટે ૩૪૯ રન કર્યા

* ૨૦૦૩-૦૪ની સિઝનમાં કરાંચીમાં પાકિસ્તાને આઠ વિકેટે ૩૪૪ રન કર્યા

* ૨૦૧૭માં લંડન ખાતે પાકિસ્તાને ચાર વિકેટે ૩૩૮ રન કર્યા

* ૨૦૧૧-૧૨માં શેરે બાંગ્લામાં ભારતે ચાર વિકેટે ૩૩૦ રન કર્યા

* ૨૦૦૮માં શેરે બાંગ્લામાં ભારતે આઠ વિકેટે ૩૩૦ રન કર્યા

લોએસ્ટ ઇનિંગ્સ ટોટલ

* ૧૯૭૮-૭૯માં શિયાલકોટમાં ભારત ૩૪.૨ ઓવરમાં ૭૯ રનમાં આઉટ

* ૧૯૮૪-૮૫માં શારજહાંમાં પાકિસ્તાન ૩૨.૫ ઓવરમાં ૮૭માં ઓલઆઉટ

* ૧૯૮૯-૯૦માં ગદ્દાફી સ્ટેડિયમમાં ભારત ૩૦.૨ ઓવરમાં ૧૧૨ રનમાં ઓલઆઉટ

* ૧૯૯૭માં ટોરેન્ટોમાં પાકિસ્તાન ૪૫ ઓવરમાં ૧૧૬માં ઓલઆઉટ

* ૧૯૯૮-૯૯માં શારજહાંમાં ભારત ૪૫ ઓવરમાં ૧૨૫માં ઓલઆઉટ

સૌથી મોટી જીત

* ૨૦૧૭માં લંડનમાં ઓવલમાં પાકિસ્તાનની ૧૮૦ રને જીત

* ૨૦૦૪-૦૫માં પાકિસ્તાનની ૧૫૯ રને જીત

* ૧૯૯૮-૯૯માં જયપુરમાં પાકિસ્તાનની ૧૪૩ રને જીત

* ૨૦૦૮માં શેરે બાંગ્લામાં ભારતની ૧૪૦ રને જીત

* ૧૯૯૮માં ટોરેન્ટોમાં પાકિસ્તાનની ૧૩૪ રને જીત

*૨૦૧૭માં એજબેસ્ટનમાં  ભારતની ૧૨૪ રને જીત

* ૧૯૯૮-૯૯માં ચિન્નાસ્વામીમાં પાકિસ્તાનની ૧૨૩ રને જીત

સૌથી નાની જીત

* ૧૯૭૮-૭૯માં અયુબ નેશનલ સ્ટેડિયમમાં ભારતની ચાર રને જીત

* ૧૯૯૧-૯૨માં શારજહાંમાં પાકિસ્તાનની ચાર રને જીત

* ૨૦૦૩-૦૪માં કરાંચીમાં ભારતની પાંચ રને જીત

* ૧૯૮૯-૯૦માં ગુજરાનવાલામાં પાકિસ્તાનની સાત રને જીત

* ૨૦૦૫-૦૬માં અરબાદ ખાતે પાકિસ્તાનની સાત રને જીત

સૌથી વધુ કેરિયર રન

* સચિન તેંદુલકરે ૨૪૭૪ રન ૬૬ ઇનિંગ્સમાં બનાવ્યા

* ઇંઝમામ ઉલ હકે ૬૪ ઇનિંગ્સમાં ૨૪૦૩ રન કર્યા

* રાહુલ દ્રવિડે ૫૫ ઇનિંગ્સમાં ૨૦૦૫ રન કર્યા

* સઈદ અનવરે ૪૮ ઇનિંગ્સમાં ૨૦૦૨ રન કર્યા

* અઝહરુદ્દીને ૫૯ ઇનિંગ્સમાં ૧૬૫૭ રન કર્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here