દામનગરમાં મહોરમ પર્વની ઉજવણી કરાઈ

798

દામનગર શહેરમાં કરબલાના ૭૨ શહાદતોના માન માં તાજીયાનું ઝુલુસ ઠેર ઠેર હિન્દૂ સમાજના સંગઠનો કુંભનાથ મહાદેવ મંદિર સેવક સમુદાય સંતકૃપા ટેડ્રેસ માણેક ચોક મિત્ર મંડળ સહિતના હિન્દૂ સંગઠનો દ્વારા તાજીયાના રૂટ પર ચા શરબત અલ્પહારની સુંદર સેવાઓ આપતા સંગઠનોએ  કોમી એકતાના સુંદર દર્શન કરાવ્યા હતા. તાજીયા ટાઢા કરતી બહેનોએ ઈમામ હુસેનના રૂટ પર પાણીથી તરબોળ કર્યા યા હુસેનના નાદ સાથે મુસ્લિમ યુવકો નો ચોંકારો (હુલ) ની એક ઝલક જોવા લોકોની પડાપડી અશ્રુભરી પુર્ણાહુતી ન્યાઝ નમાજ પ્રસાદ અનેક શ્રધ્ધાળુએ માનતા પૂર્ણ કરી પુરી અદબ સાથે ઈમાં હુસેન સહિતના કરબલાના શહાદતોના પ્રતિક સમાં તાજીયાને પુષ્પ હાર શહેરા ચડાવ્યા હતા દરેક સમાજની અદભુત એકતા તાજીયાના ઝુલુસમાં જોવા મળી દામનગર શહેરના કુંભનાથ મહાદેવ સેવક સમુદાય પરિવાર રોકડીયા હનુમાનજી મંદિર સેવક પરિવાર દામનગરના જેન સમાજ સોની પ્રજાપતિ જનક્ષત્રિય માલધારી સહિત દરેક સમાજની તાજીયા ઝુલુસમાં હાજરી જોવા મળી ઠેર ઠેર ચા શરબત પાણી અલ્પહારની વ્યવસ્થાઓ કરાય સંતકૃપા ટેડ્રેસ કંપની સહિત શહેરભરના દરેક વિસ્તારોમાં કરબલાના  ઈમાં હુસેન સહિતના શહાદતોના પ્રતીક તાજીયાના દર્શન માનતા પૂર્ણ બાધા આખડી ન્યાઝ નમાજ પ્રસાદ મેળવતા શ્રધ્ધાળુઓએ અક્ષુભરી વિદાય અપાય હતી.

Previous articleબોટાદના રાણપુરમાં મહોરમ પર્વની ઉજવણી
Next articleગણપતિ મહોત્સવ શિક્ષણ વિભાગ દ્વારા સફાઈનો નવતર અભિગમ