ભાવનગરથી અમદાવાદ સારવાર અર્થે ગયેલ સ્વાઈન ફલુના દર્દીનું સારવાર દરમ્યાન મોત

1515

શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ત્રણ દિવસ સ્વાઈનફલુની સારવાર લીધા બાદ અમદાવાદ રીફર કરવામાં આવેલ યુવાનનું અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા અત્યાર સુધીમાં સ્વાઈન ફલુને લઈને મોત ભેટનારા દર્દીઓની સંખ્યા પ પર પહોંચી છે.

ભાવનગર શહેર જિલ્લામાં મંદ પણ મક્કમ ગતિએ જીવલેણ રોગ સ્વાઈન ફલુનો પગપ ેસારો મજબુત બની રહ્યો છે. તાજેતરમાં મહુવા તાલુકાના એક ગામનો ૩૮ વર્ષીય યુવાન સ્વાઈનફલુના શંકાસ્પદ લક્ષણ સાથે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્રણ દિવસની સઘન સારવાર બાદ પણ તબીયતમાં સુધારો ન જણાતા દર્દીને પરિવારે વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે આવેલ હોસ્પિટલમાં રીફર કર્યો હતો જયાં એક દિવસની ટુંકી સારવાર દરમ્યાન દર્દીએ દમ તોડ્યો હતો. દરમ્યાન સુત્રોના જણાવ્યા અનુસાર મૃતકની પત્નીને પણ તાપ શરદીના લક્ષણો જણાતા તેને પણ અમદાવાદની હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે અને તત્કાલ સારવારને લઈને તેણીની તબીયત સુધારા પર હોવાનો અભિપ્રાય તબિબોએ આપ્યો છે. આ ઉપરાંત ભાવનગર શહેરની ખાનગી તથા સર.ટી. હોસ્પિટલમાં મળી કુલ ૭ થી વધુ દર્દીઓ આશંક સ્વાઈન ફલુના લક્ષણોનો ભોગ બન્યા  હોય તબીબો દ્વારા તેમના બ્લડ, યુરીનના સેમ્પલલઈ અદ્યતન પરીક્ષણ અર્થે મોકલી ધનિષ્ટ સારવાર હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ ડેન્ગ્યુ મલેરીયા, ટાઈફોડ તથા સિઝનલ ફલુના રોગનો ભોગ પણ મોટી સંખ્યામાં બની રહ્યા હોય જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગામે ગામ જાહેર સ્વાસ્થ્ય માટે ખાસ પગલાઓ લેવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં માખી, મચ્છરનો ઉપદ્રવ ટાળવા સફાઈ તથા ફોગીંગ અભિયાન તેજ બનાવી લોકોને જાગૃત કરવા વિશેષ પગલામાં લેવામાં આવ્યા છે.

Previous articleભાદરવા માસના મધ્યે સુર્યનારાયણ આકરા પાણીએ તપ્યા, તાપમાન ૩પ ડીગ્રીને પાર
Next articleદિલ્હીમાં સંઘનો વધુ એક કાર્યક્રમ : નિષ્ણાતો પહોંચશે