ઈરાનમાં સેનાની પરેડ પર આતંકી હુમલો, ૨૪નાં મોત, ૫૩થી વધુ ઘાયલ

0
319

ઈરાનમાં શનિવારે સવારે સેનાની પરેડમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પહેલા આઠ જવાનોની મોત અને  ૨૦થી વધારે લોકો ઘાયલ થયાના સમાચાર હતાં પરંતુ હાલ મળતી જાણકારી પ્રમાણે ૨૪ જવાનોનાં મોત થયા છે જ્યારે ૫૩થી વધુ જવાનો ધાયલ છે.ઘાયલોને સારવાર માટે નજીકના  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હજી સુધી આ હુમલાની જવાબદારી કોઇએ લીધી નથી. જાણકારી પ્રમાણે ઈરાનમાં શનિવારે સવારે સેનાની પરેડ ચાલી રહી હતી. આ દરમિયાન બે આતંકી સેનાની વરદી પહેરીને મોટરસાયકલ પર ત્યાં પહોંચ્યા અને ગોળીઓ ચલાવવા લાગ્યા. આ ગોળબારીમાં આઠ જવાનોની મોત થઇ ગઇ છે.  પોલીસનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. સરકારી ટેલીવિઝને કહ્યું કે આતંકવાદીઓના એક સમૂહે અહવાઝ શહેરમાં પરેડ પર હુમલો કર્યો છે. આ પરેડ સદ્દામ હુસેનના ઈરાકમાં ૧૯૮૦માં શરૂ થયેલ યુદ્ધની યાદમાં આયોજીત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here