શિમલા ઓવર લોડેડ કેબ ખીણમાં ખાબકતા ૧૩નાં મોત

0
429

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં જુબ્બલમાં ભયંકર અકસ્માતમાં ૧૩ લોકોના મોત થયા છે. કુડૂ-ત્યૂણી માર્ગ પર સનેલની પાસે ટેમ્પો ટ્રાવેલર અનિયંત્રિત થતા ખીણમાં પડી ગઇ હતી. આ ઘટનામાં ૧૩ લોકોનાં મોત નીપજ્યાં છે. નોંધનીય છે કે જુબ્બલ શિમલાથી આશરે ૧૦૦ કિમી દૂર છે. ટેમ્પો ટ્રાવેલર ખાનગી કેબ હતી.જણાવવામાં આવી રહ્યું છે કે આ દૂર્ધટનામાં મરનાર તમામ લોકો છૌહારાના રણસાર વૈલીના જાંગલા ઉપ તહેસીલના નંડલા ગામના છે. ગંભીર રીતે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને આપી હતી. પોલીસ તત્કાળ ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે. રાહત કાર્ય જારી છે. ઘાયલોને રોહડુ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે. ઘટનાસ્થળથી રોહડુ હોસ્પિટલનું અંતર આશરે ૧૦ કિમીની છે. આ ઘટનાની પુષ્ટી શિમલાના એસપી ઓમપતિ જમ્વાલે કરી છે. શિમલાના પોલીસ અધિક્ષક ઓમપતિ જામવાલે જણાવ્યું કે એક બાળક સહિત ત્રણ ઘાયલ વ્યક્તિઓને શિમલાના રોહડુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં ત્રણેવના મોત નીપજ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here