મોદી કેર સ્કીમની આજથી દેશમાં શરૂઆત : કરોડોને મફત સારવાર

1045

દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ કહેવાતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આવતીકાલથી રાંચથી શરૂઆત થનાર છે. ૩૦ રાજ્યો અને ૪૪૫ જિલ્લામાં એક સાથે શરૂ થઇ રહેલી આ યોજનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોંચ કરવામાં આવનાર  છે. આ સ્કીમ શરૂ થવાની સાથે જ દેશની ૧૦૦૦૦ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ગરીબો માટે ૨.૬૫ લાખ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. આ ૧૦૦૦૦ હોસ્પિટલમાં એવી હોસ્પિટલ પણ સામેલ છે જે સરકારી પેનલમાં સામેલ છે.

આ સ્કીમને લાગુ કરનાર સંસ્થા નેશનલ હેલ્થ એજન્સી દ્વારા સત્તાવાર લોન્ચિંગની તૈયારી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે. મોદી રવિવારના દિવસે રાંચીમાં ગ્રીન સિગ્નલ દર્શાવીને આ યોજનાને સત્તાવાર રીતે શરૂ કરશે. નેશનલ હેલ્થ એજન્સીના અધિકારીઓના કહેવા મુજબ સ્કીમ હેઠળ ૯૮ ટકા લાભાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે. તેમને લાભાર્થી પત્ર મોકલી દેવામાં આવ્યા છે. આ પત્રને હોસ્પિટલમાં દર્દીની ઓળખના દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવામાં આવનાર છે. આયુષ્માન ભારતના ડેપ્યુટી ચીફ એગ્ઝિક્યુટિવ  ઓફિસર દનેશ અરોરાએ કહ્યુ છે કે છેલ્લા એક મહિનામાં ૨૬ રાજ્યોમાં ાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ કરવામાં આવ્યુ છે. આ પ્રોજેક્ટ ખુબ સફળ રહ્યો છે. હજુ સુધી ૧૦૦૦૦થી વધારે ગોલ્ડ કાર્ડ વિતરિત કરવામાં આવી છે.

નેશનલ હેલ્થ એજન્સી દ્વારા ૧૪૦૦૦ આરોગ્ય મિત્રોને હોસ્પિટલમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેમની પાસે દર્દીઓની ઓળખ કરવા માટે સાથે સાથે સારવાર દરમિયાન મદદ કરવાની રહેશે.નેશનલ હેલ્થ એજન્સી દ્વારા કેટલીક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત હેલ્પલાઇન નંબરની પણ શરૂઆત કરવામાં આવી છે. જેના આધાર પર આ યોજનાનો લાભ તેઓ મેળવી શકે છે કે કેમ તે જાણી શકાશે. આ હેલ્પલાઇન નંબર ૧૪૫૫૫ રહેશે. કેન્દ્ર સરકારની સ્કીમને લઇને હાલમાં લોકો ઉત્સુક છે. લાભાર્થીઓના વેરિફિકેશનમાં આરોગ્ય મિત્રોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. આ ઉપરાંત કોઇપણ પુછપરછ અથવા સમસ્યાઓના સમાધાન માટે દર્દીઓના સંપર્ક કરી શકાશે. નેશનલ હેલ્થ એજન્સી આ સ્કીમ માટે વેબસાઈટની શરૂઆત કરી રહી છે. આ વેબસાઇટ પર હેલ્પલાઈન નંબર સાથે લોકો ઉપયોગી માહિતી મેળવી શકશે. આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત થવા જઈ રહી છે. દેશના ૧૦ કરોડ ગરીબ પરિવારોને મફતમાં સારવાર મળશે. ભારતના મોટાભાગના રાજ્યો આનાથી જોડાઈ ગયા છે.

Previous articleજમ્મુ કાશ્મીર : આતંકવાદી સામે ઓપરેશન, ૭૦૦ જવાનો તૈનાત
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે