‘રૂદાલી’ અને ‘દમન’ જેવી ફિલ્મો આપનાર ડાયરેક્ટર કલ્પના લાઝમી ૬૨ વર્ષની વયે નું નિધન

0
632

‘રુદાલી’, ‘ચિંગારી’, ‘એક પલ’, ‘દમન’ જેવી નારીવાદી હિન્દી ફિલ્મોનાં નિર્માત્રી અને નિર્દેશિકા કલ્પના લાજમીનું કિડનીનાં કેન્સરને કારણે આજે મુંબઈમાં નિધન થયું છે. આજે વહેલી સવારે લગભગ ૪.૩૦ વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધો હતો. એમની વય ૬૨ વર્ષ હતી. કલ્પના લાજમીને મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કલ્પના જાણીતાં ચિત્રકાર લલિતા લાજમીનાં પુત્રી હતાં અને નિર્માતા સ્વ. ગુરુદત્તનાં ભાણેજ હતાં. કલ્પના લાજમીને ‘રુદાલી’ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. એમની આખરી ફિલ્મ ‘દમન’ ૨૦૦૧માં આવી હતી. એમને કેન્સરનું નિદાન થયા બાદ બોલીવૂડમાં ઘણા કલાકારો તથા મહારથીઓ એમની સારવારનો ખર્ચ ઉપાડવામાં એમને મદદરૂપ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here