દર્શકો મારી ફિલ્મ જોઈને નારાજ થાય તો મારી બેચેની વધી જાય છે : રોહિત શેટ્ટી

1080

રોહિત શેટ્ટી કમર્શિયલ ફિલ્મોનો એક સફળ દિગ્દર્શક ગણાય છે. તે દર્શકોનો મનોરંજન માટે ઉત્તમ ફિલ્મ બનાવાના પ્રયાસ કરતો હોય છે. તેવામાં જો તેની એકાદ ફિલ્મ નિષ્ફળ જાય તો તે અપરાધ બોજ મહેસૂસ કરે છે. મારો મુખ્ય હેતુ દર્શકોને મનોરંજન પૂરું પાડવાનો છે. તેઓ થિયેટરમાં આનંદ લેવા આવતા હોય છે. હું મારા દર્શકોને મારા પરિવાર સમાન સમજું છું. ફિલ્મની સ્ક્રિપ્ટ, ફિલ્મસર્જન અને એડિટિંગ વખતે હું દર્શકોને ધ્યાનમાં રાખું છું. મારી ફિલ્મ જોઇને દર્શકો રાજી થાય તો, મને બમણી ખુશી થાય છે. તેઓ જ્યારે આનંદમાં આવીને ચિચિયારીઓ પાડે છે અને તાળીઓથી સિનેમા હોલને ગુંજવે છે, તારે બહુ આનંદ આવે છે. આ મને પરમ શાંતિ આપે છે. એક વ્યક્તિ ફિલ્મ જોતી વખતે પોતાની કમાણીનો દસ ટકા હિસ્સો ખરચતી હોય છે. તેથી મારી ફિલ્મ દ્વારા તેમને પૂરતી ખુશી મળે એ બાબતે હું પૂરતું ધ્યાન આપું છું જો દર્શકો મારી ફિલ્મ જોઇને નારાજ કે નિરાશ થાય તો મારી બેચેની વધી જતી હોય છે.

Previous articleથોડી સેક્સિસ્ટ વિચારધારા હજી પણ છે : નંદિતા દાસ
Next articleશિલ્પા શેટ્ટી ઓસ્ટ્રેલિયામાં રંગભેદનો શિકાર બની