અકરમે મલિકની સરખામણી ધોની સાથે કરતા ફેન્સે ઝાટકણી કાઢી

0
323

એશિયા કપના સુપર ફોરમાં પાકિસ્તાન અને ભારત એવી ટીમો છે જે પોતાની પહેલી મેચ જીતી ચુકી છે. ભારતે પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાનને ધૂળ ચટાડી.

અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનની જીતના હીરો શોએબ મલિક રહ્યાં અને ફિનિશરની ભુમિકા નિભાવી પાકિસ્તાનને વિજયી બનાવ્યું. પૂર્વ કેપ્ટન વસીમ અકરમે મલિકની આ ઇનિંગ બાદ તેની તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે કરી નાંખી.

અકરમે ટિ્‌વટ કર્યુ કે, અનુભવનો બીજો વિકલ્પ નથી હોતો. શોએબ મલિકે અફઘાનિસ્તાન સામે ફરી એકવાર સાબિત કરી દીધુ છે. તેણે મેચનો ધોનીની જેમ પૂરી કરી છે. જ્યારે મલિક બોલરોનો સામનો કરી રહ્યો હતો ત્યારે તેને ચહેરા પર કોઇ ભાવ ન હતા અને બોલર આ વાતથી પરેશાન થઇ ગયાં કે તે શું કરવા જઇ રહ્યો છે. શાનદાર ઇનિંગ.

અકરમની આ વાત પાકિસ્તાની ફેન્સને બિલકુલ પસંદ ન આવી. તેમણે ટ્‌વીટ કરીને પોતાની ભડાસ કાઢી છે. એક ફેને લખ્યું કે ધોની સાથે નહી પરંતુ જાવેદ મિયાંદાદ સાથે તુલના કરવી જોઇએ.

જ્યારે ભારત સામેની હાર બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે કંગાળ પ્રારંભ બાદ લડાયક કમબેક કરતાં વિજય મેળવ્યો હતો. હવે તેઓ પણ ભારતને હરાવીને ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here